પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને શનિવારે લાહોરની આતંકવાદ વિરોધી અદાલત (ATC) દ્વારા 9 મે, 2023ના રોજ થયેલી હિંસાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે 8 કેસમાં ઈમરાન ખાનના જામીન પણ રદ કર્યા છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ જજ મંઝર અલી ગિલે પોતાના લેખિત ચુકાદામાં કહ્યું કે ઈમરાન ખાન વિરુદ્ધ હિંસા સંબંધિત ઓડિયો અને વીડિયો પુરાવા રજૂ કર્યા છે. તે તેમને દોષિત સાબિત કરવા માટે પૂરતું છે. કોર્ટે પોતાના નિર્ણયમાં ઈમરાન વિરુદ્ધ આપવામાં આવેલી જુબાનીનો પણ ઉલ્લેખ કર્યો છે. આમાં જમાન પાર્કમાં ઈમરાન ખાનના સમર્થકોને ઉશ્કેરવાનું ષડયંત્ર રચવાનો આરોપ હતો. ઈમરાને સૈન્ય સંપત્તિ પર હુમલાનો આદેશ આપ્યો હતો
નિર્ણયમાં કોર્ટે કહ્યું કે ઈમરાન પર લાગેલા આરોપો ગંભીર છે. તેમણે સૈન્ય અને સરકારી મિલકતો પર હુમલાનો આદેશ આપ્યો હતો. ઈમરાનના સમર્થકોએ તેનું પાલન કર્યું અને સૈન્ય મથકો, સરકારી ઈમારતો અને પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો. કોર્ટે કહ્યું કે 9 મે પછી ફરી 11 મેના રોજ જે હિંસક ઘટનાઓ બની અને પોલીસ અધિકારીઓ પર હુમલા પણ ઈમરાન ખાનના નિર્દેશ પર થયા હતા. આ કેસમાં સરકાર દ્વારા ગુપ્ત પોલીસ અધિકારીઓના રેકોર્ડિંગ રજૂ કરવામાં આવ્યા હતા. ગત મહિને તોશાખાના કેસમાં જામીન મળ્યા
ઈમરાન ખાનને ગયા મહિને 20 નવેમ્બરે તોશાખાના સંબંધિત બીજા કેસ (તોશાખાના કેસ-2)માં જામીન મળ્યા હતા. ઈસ્લામાબાદ હાઈકોર્ટે જામીન તરીકે 10 લાખ પાકિસ્તાની રૂપિયાના બોન્ડ જમા કરવાનો આદેશ આપ્યો હતો. જો કે આદેશ બાદ પણ ઈમરાનને મુક્ત કરી શકાયા નથી. ઈમરાન ખાન ગયા વર્ષે 5 ઑગસ્ટથી જેલમાં છે. પહેલેથી જ જેલમાં બંધ ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીની આ વર્ષે 13 જુલાઈએ તોશાખાના કેસ-2માં જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જો કે ગયા મહિને 24 ઓક્ટોબરે બુશરા બીબીને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. અગાઉ નવેમ્બરમાં જ તોશાખાના કેસ-2માં ઈમરાન અને બુશરાને નિર્દોષ જાહેર કરવા માટે પાકિસ્તાનની કોર્ટમાં સુનાવણી થઈ હતી. જોકે કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. ઈમરાન 485 દિવસથી જેલમાં છે
ઈમરાન અલગ-અલગ કેસમાં 485 દિવસથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. ઈસ્લામાબાદની સ્થાનિક કોર્ટે 5 ઑગસ્ટ, 2023ના રોજ તોશાખાના કેસમાં તેમને દોષિત ઠેરવ્યા હતા. આ પછી તેમને ઈસ્લામાબાદના જમાન પાર્ક સ્થિત તેના ઘરેથી ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. બાદમાં તેમને વધુ 2 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જો કે આ તમામ કેસમાં ઈમરાનને નિર્દોષ જાહેર કર્યા છે. 13 જુલાઈના રોજ નકલી નિકાહ કેસમાં છૂટ્યા પછી, તોશાખાના કેસ-2 કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આમાં તેમને ગયા મહિને જામીન મળ્યા હતા. ઈમરાન ખાન સાથે જોડાયેલા મોટા કેસોની વિગતો કેસ- 1 બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર ફરીદ માણેકાએ બુશરા અને ઈમરાન પર ગેર-ઈસ્લામિક લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. બુશરાના છૂટાછેડા પછી, ખાને ઇદ્દતનો સમયગાળો પૂરો થાય તે પહેલાં તેની સાથે લગ્ન કર્યા. આ કેસમાં બુશરા અને ઈમરાનને 3 ફેબ્રુઆરીએ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમને 7 વર્ષની જેલ અને 5 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કેસમાં બંનેને 13 જુલાઈના રોજ છોડી મૂકવામાં આવ્યા હતા. કેસ-2 : અગાઉ 3 જૂને ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનને પુરાવાના અભાવે સાઈફર કેસ (ગુપ્ત પત્ર ચોરી)માં નિર્દોષ જાહેર કર્યા હતા. ઈસ્લામાબાદની વિશેષ અદાલતે તેને 10 વર્ષની સજા સંભળાવી હતી. ઈમરાન ખાનને 29 ઓગસ્ટ 2023ના રોજ સાયફર ગેટ કૌભાંડમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ખાનને 1 એપ્રિલે કેસ-3 તોશાખાના કેસમાં મુક્ત કરવામાં આવ્યા હતા. તેમની 14 વર્ષની સજા રદ કરવામાં આવી હતી. કેસ-4 તોશાખાના સંબંધિત બીજા કેસમાં 13 જુલાઈએ ઈમરાનની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ તોષાખાનાના પ્રથમ કેસનો ફોલો-અપ હતો. પહેલા કેસમાં, ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા પર અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પાસેથી મળેલી ભેટની માહિતી છુપાવવાનો અને તેને બજારમાં વેચવાનો આરોપ હતો. 20મી નવેમ્બરે તેમને આ કેસમાં જામીન મળી ગયા છે.