ડિજિટલ એરેસ્ટના કિસ્સા વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમદાવાદમાં આઇટી કંપનીમાં નોકરી કરતા યુવકને અજાણ્યા વ્યક્તિઓએ ફોન કરીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેને ઓળખ આપીને કુરિયરમાં મોકલાવેલા કાર્ડના મની લોન્ડરીંગનો કેસ થયો હોવાની જણાવી વકીલનો નંબર આપીને વકીલ સાથે વીડિયો કોલ પર વાત કરવાનું જણાવતા યુવકે વકીલ સાથે વાત કરી ત્યારે બેન્ક એકાઉન્ટમાંથી 97 હજાર રૂપિયા પડાવ્યા હતા. આ અંગે યુવકે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ચેન્નાઇથી મુંબઈ આવનારું કુરિયર ફેલ ગયું છે
ઘાટલોડિયામાં રહેતો 26 વર્ષનો યુવક સિનિયર સોફ્ટવર ડેવલોપર તરીકે નોકરી કરે છે. યુવકને 5 ઓગસ્ટે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જે ઓટોમેટિક ફોન હતો. જેમાં જણાવ્યું હતું કે, તમારું કુરિયર ફેલ ગયું છે જેથી, યુવકે વધુ વાત કરતા સામેવાળા વ્યકિતએ જણાવ્યું હતું કે, તમારું ચેન્નાઇથી મુંબઈ આવનારું કુરિયર ફેલ ગયું છે. યુવકે કહ્યું કે, તેણે કુરિયર મોકલ્યું નથી. ત્યારબાદ યુવકને તેનો આધારકાર્ડ નંબર આપીને વેરિફાય કરાવ્યો હતો. જેથી, યુવકને પોતાનું કુરિયર હોવાનો વિશ્વાસ આવ્યો હતો. જો ડિજિટલ એરેસ્ટ ના થવું હોય તો ઓનલાઇન જ કેસ ચલાવી શકીએ
યુવકનું કુરિયર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં જમા છે એવું કહીને સુનીલ દત્ત નામના વ્યક્તિએ પોતે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાની ઓળખ આપી હતી. યુવકને સ્કાયપનું આઈડી આપીને યુવકને વીડિયો કોલ કરવા જણાવ્યું હતું જેથી, યુવક વીડિયો કોલ દ્વારા સુનીલ દત્ત નામના વ્યક્તિ સાથે જોડાયો હતો. સુનિલ દતે પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો અને જણાવ્યું હતું કે, યુવકના કુરિયરમાં અલગ-અલગ છ બેન્કના કાર્ડ પડેલા છે. આ કાર્ડ મની લોન્ડરિંગના ગુનામાં વાપરવામાં આવતા હતા. યુવકને કહ્યું હતું કે, તમારી ઉપર મને લોન્ડરીંગનો કેસ થવાનો છે અને અમે તમને ડિજિટલ એરેસ્ટ કરવાના છે.તમારે આમાં મુંબઈ જવું પડશે અથવા તો લોકલ પોલીસને તેઓ યુવકના ઘરે મોકલશે. જો ડિજિટલ એરેસ્ટ ના થવું હોય તો ઓનલાઇન જ કેસ ચલાવી શકીએ અને કેસ માટે વકીલ રાખીને કેસ પૂરું કરી શકે છે. EDનો હુકમ અને એરેસ્ટ વોરંટ દેખાડી 97 હજાર ટ્રાન્સફર કરાવ્યા
યુવક તૈયાર થઈ ગયો હતો. ત્યારબાદ યુવકને ખલીમ નામના વકીલનો સ્કાયપનું આઈડી આપ્યું હતું. યુવકે આ વકીલ સાથે વાતચીત કરી હતી ત્યારે એ વકીલને જણાવ્યું હતું કે, મને કંઈ જાણ નથી. ખલીમ અન્સારીએ કહ્યું હતું કે, યુવકનું એકાઉન્ટ ફ્રીઝ કરવું પડશે તેમ જણાવી ફ્રિઝ માટેનો EDનો હુકમ અને એરેસ્ટ વોરંટ સ્કાયપ પર મોકલ્યો હતો. યુવકના બેંકની ડિટેઈલ લઈને બેંકના સ્ટેટમેન્ટના સ્ક્રીનશોટ મંગાવ્યા હતા. ત્યારબાદ યુવકના ખાતામાંથી વકીલે પોતાના ખાતામાં 97,894 રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા. સ્કાઇપનો કોલ કટ કરી દીધો હતો. ત્યારબાદ યુવકે રાત્રે તપાસ કરી તો એકાઉન્ટ પણ બંધ થઈ ગયું હતું. યુવક સાથે છેતરપિંડી થવાની જાણ થતા યુવકે આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધરાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.