back to top
Homeભારતદિલ્હી AAP ધારાસભ્ય નરેશ બાલ્યાનની ધરપકડ:વસૂલી અને ધાકધમકીનો આરોપ; ભાજપે ગેંગસ્ટર સાથેની...

દિલ્હી AAP ધારાસભ્ય નરેશ બાલ્યાનની ધરપકડ:વસૂલી અને ધાકધમકીનો આરોપ; ભાજપે ગેંગસ્ટર સાથેની ઓડિયો ક્લિપ જાહેર કરી હતી

દિલ્હી પોલીસે શનિવારે રાત્રે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વર્ષ 2023ના વસૂલીના કેસમાં આ કાર્યવાહી કરી છે. તેને પહેલા પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. શનિવારે જ ભાજપે ઉત્તમ નગર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય બાલ્યાનની એક ઓડિયો ક્લિપ જાહેર કરી હતી. ભાજપનું કહેવું છે કે નરેશ એક ગેંગસ્ટર સાથે સંબંધ ધરાવે છે અને ખંડણી ગેંગ ચલાવે છે. તેઓ હવાલાથી પૈસાની લેવડદેવડ કરે છે. બાલ્યાને ઓડિયોને નકલી ગણાવ્યો
બાલ્યાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમિતની પોસ્ટને રીટ્વીટ કરી. તેમણે કહ્યું કે હાઈકોર્ટે આ ઓડિયોને ખોટો જાહેર કર્યો હતો અને તમામ ચેનલો પરથી ફેક ન્યૂઝ હટાવી દીધા હતા. આ ઘણા વર્ષો જૂનો મામલો છે. જ્યારે કેજરીવાલે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભાજપને ઘેરી લીધું, ત્યારે તેઓ ઘણા વર્ષો જૂના ફેક ન્યૂઝ લાવ્યા છે. અમિત માલવિયાએ ઓડિયો શેર કર્યો
બીજેપી-આઈટી સેલના વડા અમિત માલવિયાએ બાલિયાનનો કથિત ઓડિયો શેર કરતા લખ્યું કે, ‘નરેશ બાલ્યાનનો ગેંગસ્ટરો સાથેનો ઓડિયો કોલ વાયરલ થયો છે, જેમાં તે દિલ્હીના બિલ્ડરો અને બિઝનેસમેન પાસેથી ખંડણી માગી રહ્યા છે. કેજરીવાલ દિલ્હીમાં વસૂલીનું નેટવર્ક ચલાવી રહ્યા છે અને પછી કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ માટે ભાજપને જવાબદાર ઠેરવી રહ્યા છે. AAPએ દિલ્હીને ભ્રષ્ટાચારના કળણમાં ફેરવી દીધું છે. AAP ધારાસભ્ય નરેશ બાલ્યાનના નજીકના સહયોગીનો ગેંગસ્ટરો સાથેનો ઓડિયો કોલ પણ હવે સાર્વજનિક થઈ ગયો છે. દિવ્ય ભાસ્કર આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી. ભાજપે કહ્યું- બાલિયાન કેસમાં AAPની મિલીભગત ભાજપના નેતાઓ વીરેન્દ્ર સચદેવા અને ગૌરવ ભાટિયાએ શનિવારે જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી હવે કૌભાંડીઓ અને ગુંડાઓની પાર્ટી બની ગઈ છે. નરેશ બાલ્યાન ગુંડાઓ સાથે મળીને પૈસા પડાવી રહ્યા છે અને નાગરિકોને ડરાવી રહ્યા છે. સચદેવા અને ભાટિયાએ સવાલ ઉઠાવ્યો હતો કે જો AAP નરેશ બાલ્યાન સામે પગલાં નહીં લે તો એ માની લેવામાં આવશે કે પાર્ટી પણ આમાં સામેલ છે. દિલ્હીમાં 2025માં વિધાનસભાની ચૂંટણી યોજાશે
દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થાય છે. ચૂંટણી પંચ વર્તમાન ગૃહની પાંચ વર્ષની મુદત પૂરી થવાની તારીખ પહેલાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરે છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020માં યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી અને 70 માંથી 62 બેઠકો જીતી હતી. ભારતીય જનતા પાર્ટી માત્ર 8 બેઠકો જીતવામાં સફળ રહી હતી, જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments