હાલમાં શિયાળાની ઋતુ શરૂ થઈ છે, સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં શેરડી કાપણીની પણ શરૂઆત થઈ છે, પરંતુ આ કામગીરી કરતા ખેડૂતોને દીપડો દેખાવાના બનાવો વધ્યા છે, જેને કારણે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે, છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતોને દીપડાઓ સામસામે આવી જાય છે. મોટાભાગના કિસ્સાઓમાં દીપડા ખેડૂતો પર હુમલા પણ કરે છે, પરંતુ આવા કિસ્સામાં ગ્રામજનોની જાગૃતિ મહત્વની છે. દીપડા માટે શેરડી આદર્શ કેમશેરડીના ખેતરો દીપડાના રહેઠાણ માટે ઉત્તમ માનવામાં આવે છે, કારણ કે તે પોતાના પરિવારને શેરડીના ખેતરમાં હૂંફ આપી શકે છે અને પ્રજનન કાર્ય પણ આ શેરડીના ખેતરોમાં થાય છે. જેને લઈને તે શેરડીના ખેતરોમાં રહેઠાણને ઉત્તમ વસવાટ તરીકે લાંબા સમયથી ઉપયોગ કરી રહ્યો છે. નવસારી જિલ્લામાં નદીઓ આવેલી છે, એટલે કૂતરા અને શેરડીના ખેતરોમાં રહેઠાણની દીપડાને ફાવટ આવી ગઈ છે. દીપડાનો શિકાર કોણ-કોણસામાન્ય રીતે ખેડૂતો નીચે વળીને કાપણી કરતા હોય છે, જેથી દીપડો નીચે વળીને કામ કરતા ખેડૂતોને પોતાનો શિકાર સમજી બેસે છે. પોતાની આઈ સાઈટ સામે આવતાં જે કોઈ પણ શિકાર હોય. જેમ કે, નાનું બાળક, કૂતરા, ભૂંડ, મરઘા કે ખેતીમાં વળીને કામ કરતા ખેતરો આ તમામ દીપડાને પોતાનો શિકાર લાગે છે. જેથી તે આવા સરળ લાગતા શિકાર ઉપર હુમલો કરે છે. એટલે ખેડૂતોએ સમયાંતરે ઉભા થઈને કામ કરવું જોઈએ એવી સલાહ વન વિભાગ એ આપી છે. ગ્રામ્ય વિસ્તારમાં આવી જાગૃતિસતત રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામ્ય વિસ્તારના લોકોએ હવે પોતાના ઘર પાસે સીસીટીવી કેમેરા લગાવવાની શરૂઆત કરી છે. જેના કારણે સહેલાઈથી દીપડાની હાજરી કેમેરામાં કેદ થાય છે, જેથી તેઓ વન વિભાગ ને જાણ કરીને પાંજરા મૂકવાની વાત કરે છે. આવેલી જાગૃતિના કારણે દીપડા પકડાવવામાં વન વિભાગને સહેલાઈ થાય છે. દીપડા સાથે રહેવા શીખવું પડશેનવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં દીપડાની રહેણાંક વિસ્તારમાં સ્થળાંતરથી એક તરફ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને ભય છે. તો દીપડાની વસ્તી વધતા દીપડા સાથે કઈ રીતે રહેવું તે અંગે જાગૃતિ લાવવા માટે વન વિભાગ એ પ્રયાસો હાથ ધરવા જોઈએ તેવીમાં ગ્રામ્ય વિસ્તારના લોકો કરી રહ્યા છે. આમ જોવા જઈએ, તો દીપડો ખેડૂતોનો મિત્ર કહી શકાય. કારણ કે, ખેતીને નુકસાન કરતા ભૂંડનો તે શિકાર કરે છે. ખેતરમાં દીપડા સાથે બચ્ચાસાદકપુર ગામના શૈલેષ પટેલ જણાવે છે કે, અમારા ખેતરમાં દીપડા સાથે તેમના બચ્ચા પણ છે, આજુબાજુ જંગલ જેવું જ વાતાવરણ છે. વનવિભાગે ગામમાં પાંજરું ગોઠવેલું છે. દીપડાઓ કોઈક વાર દિવસમાં પણ જોવા મળે છે અને મોટાભાગે રાત્રે જોવા મળતા દીપડાઓથી અમને ભય લાગે છે, મોટામોટા દીપડા દેખાતા અમને ખૂબ ભય લાગે છે. સતત ચારથી પાંચ ખેત મજૂરોએ સાથે જ રહેવું પડે છે તો જ સુરક્ષિત રહી શકાય તેમ છે. એકલા મજૂરોને ખેતરે જતાં બીકસાદકપુર ગ્રામ પંચાયતના પંચાયત સભ્ય સુભાષ શર્મા જણાવે છે કે, છેલ્લા એક થી બે વર્ષથી અમારા ગામમાં દીપડા ફરતા દેખાય છે. જેથી અમને ખૂબ જ ભય લાગે છે, અત્યારે શેરડી કાપણી ચાલે છે, જેથી તેઓએ શેરડીમાં જ ઘર કરીને રહે છે, એકલા મજૂરો ખેતરે જતા બીએ છે, એટલે બધાએ ફરજિયાત સાથે જ જવું પડે છે. આજથી એક વર્ષ પહેલા અમારા ગામમાં એક દીકરીનો દીપડા શિકાર કર્યો હતો, જેમાં તેનો જીવ ગયો હતો. વન વિભાગે ગ્રામજનોને દીપડા સાથે કેવી રીતે રહેવું તે અંગે માહિતગાર અને જાગૃત કરવા જોઈએ જેથી લોકોનો જીવ બચી શકે. ચીખલીના ગામડાઓમાં દીપડા દેખાવાની ફરિયાદોRFO આકાશ પડશાલા જણાવે છે કે, છેલ્લા દોઢેક માસથી વધુથી ચીખલી આસપાસના ગામડાઓમાં દીપડા દેખાવાની ફરિયાદો મળી રહી છે, તે ફરિયાદો આધારે અમારી ટીમ જે તે ગામમાં જઈને સર્વે કરે છે અને દીપડાની હાજરી દેખાય તો ત્યાં પાંજરું ગોઠવામાં આવે છે. ગઈકાલે રનવેલી કલા ગામમાં બે વાછરડાનું મારણ દીપડાએ કર્યું છે, તે બાબતે રાનવેરીકલ્લા ગામે પાંજરું ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ગામડાઓમાં સીસીટીવી સહિત મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઇને જાગૃતિ આવી છે. દરેક ઘરોમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેને લઇને દીપડાની હાજરી કેમેરામાં કેદ થાય છે, ખરેખર તો દીપડો ખેડૂતોનો મિત્ર છે, તે માણસ ઉપર કારણ વગર હુમલો કરતો નથી. મનુષ્ય દીપડાનો શિકાર નથી, તે તેની આંખને સામે આવતા તેની હાઈટ મુજબના શિકાર કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ જાહેરમાં શૌચાલય જવાથી બચવું જોઈએ. ઘરે જ શૌચાલયનો ઉપયોગ કરવો જોઈએ બને ત્યાં સુધી સાંજે ઘરમાંથી બહાર નીકળવું ટાળવું જોઈએ.