એકતા ઓડિટોરિયમ ખાતે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી અતર્ગત “નર્મદાનો તટ ઉજવે સંસ્કૃતિના રંગ” થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી વાજીત્રોના તાલે મનમોહક નૃત્યની સાથે જાણીતા ગુજરાતી હાસ્યકલાકાર અને લોકસાહિત્યકાર સાંઈરામ દવેએ આદિવાસી ઇતિહાસ, સરદાર સાહેબના જીવનના મહત્વના પ્રસંગો અને સ્થાનિક નર્મદા જિલ્લાના કૃષ્ણપ્રેમી ભજનીક સાહિત્ય અને સંગીતની સાથે હાસ્યરસની શાનદાર પ્રસ્તુતિ થકી શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા. આદિવાસી વસ્તી ધરાવતો નર્મદા જિલ્લો પુણ્ય સલિલા માં નર્મદાની પવિત્ર ભૂમિના કિનારે વસેલો છે. આ પવિત્ર ભૂમિ પર અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંઇરામ દવેએ ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર અને અંગ્રેજોના અન્યાય સામેની લડત-આંદોલન વિશે અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભ પટેલ સાહેબના જીવનના પ્રસંગોની ઝાંખી, સાદગી, એકતા, અખંડિતતાના પ્રસંગોની વાતો કરી કરી હતી. સાથોસાથ રાજપીપલાના કૃષ્ણપ્રેમી કવિ સત્તારસાહ બાપુના લખેલા રાધા, કૃષ્ણના ભજનો ગાઇ અમે આગળ વધ્યા છે. તેમ જણાવી તેમનો ભગવાન પ્રત્યેનો આદરભાવ પ્રગટ કર્યો હતો. અને ભગવાન બિરસામુંડાના સનાતન ધર્મને હ્રદય પૂર્વક યાદ કરીને ગુજરાતના સાંસ્કૃતિક વારસાની યાદોને કલાકારોએ સંગીતના તાલે હારમોનિયમના સુરે તબલાનાતાલે તેઓની પ્રસ્તુતિ થકી પુનઃ તાજા કરી લોકો ને મંત્રમુગ્ધ કર્યા હતા. જીવન જીવવાનો મર્મ અને માનવધર્મને બખૂબી પ્રસ્તુત કર્યો હતો. આદિવાસી મેવાસી મંડળ દ્વારા મેવાસી નૃત્ય તેમજ સાગબારાની આદિવાસી યુવા ટીમ દ્વારા આદિવાસી લોકનૃત્યની શાનદાર રીતે જોશભેર સ્ટેજ પર પ્રસ્તુત કરીને સ્ટેજને પણ હલાવી મૂક્યું હતું. આદિવાસી લોક નૃત્ય વિના શબ્દએ જોશભેર વાજીત્રો દ્વારા અદભૂત રજૂઆત કરી હતી. અને લોકોના માનસ પટલપર આદિવાસી સંસ્કૃતિને અંકિત કરી હતી. સાંઈરામ દવે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો કસુંબીનો રંગ, ગણેશ વંદના, શિવ વંદના મહાકાળી માતાનો ગરબો, દેશ ભક્તિના ગીતો, મીલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા, રામ મેરે ઘર આના, રાધા કૃષ્ણના ભક્તિ ગીતો સાથે હાસ્ય અને સાહિત્યનું સુંદર રસપાન કરાવ્યું હતું. લોકોના મન અને દિલડાને ડોલાવે તેવી અદભુત રચના પ્રસ્તુત કરી હતી.