back to top
Homeગુજરાતનવો ભાવ 77.76 રૂપિયા ચૂકવવો પડશે:ગુજરાત ગૅસે CNGમાં જુલાઈ, ઑગસ્ટ પછી ડિસેમ્બરમાં...

નવો ભાવ 77.76 રૂપિયા ચૂકવવો પડશે:ગુજરાત ગૅસે CNGમાં જુલાઈ, ઑગસ્ટ પછી ડિસેમ્બરમાં રૂ.1.50 ભાવવધારો કર્યો

તાજેતરમાં ગુજરાત ગૅસ કંપનીએ ત્રીજી વખત સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ)ના ભાવમાં વધારો કર્યો છે. તા. 1 ડિસેમ્બર 2024એ રૂ. 1.50 વધારો કરવામાં આવ્યો છે. આમ સીએનજી ગૅસના ભાવમાં વધારો થતા વાહન ચાલકોને ઉપર કિલોએ રૂ. 1.50નો વધારો થયો છે. શિયાળાની શરૂઆત સાથે જ સીએનજી ગૅસના ભાવમાં રૂ. 1.50 વધારો ગુજરાત ગૅસ કંપની દ્વારા કરવામાં આવ્યો છે. ગત તા. 4 જુલાઇ 2024ના રોજ સીએનજીમાં રૂ. 1નો વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરીથી તા. 1 ડિસેમ્બર 2024ના રોજ કિલોએ રૂ. 1.50 નો વધારો કરવામાં આવ્યો છે. જૂનો સીએનજીનો ભાવ રૂ. 76.26 હતો. જે તા. 1 ડિસેમ્બરથી પ્રતિકિલોએ રૂ. 77.76 કરવામાં આવ્યા છે. આમ પાંચ મહિનામાં ગૅસના કિલો દિઠ ભાવમાં 3.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં રિક્ષા અને કાર મળીને અંદાજીત 5 લાખ જેટલા સીએનજી વાહનો છે. જેમાં રોજના અંદાજીત રૂ. 3.50 લાખ કિલો જેટલો સીએનજીનો ઉપયોગ થાય છે. આ ભાવ વધારાના કારણે સીએનજી વાહન ચાલકો પર રોજનું રૂ. 5.25 લાખનું ભારણ વધશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments