કામરેજનાં ખોલવડ તાપી નદીમાંથી 21 વર્ષીય પરપ્રાંતિય યુવકની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. સ્થળ પર દોડી ગયેલી કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ કરંજ ગામે રહેતા અને મુળ બીજનો૨ જિલ્લાનાં સદરૂદીન નગર(યુપી)ના 21 વર્ષીય શાકીબ જાકીરભાઇ સીદ્દીકી કોઇ અગમ્ય કારણોસર તાપી નદીનાં ઉંડા પાણીમાં પડી ડૂબી ગયા હતા. ત્યારે શાકીબ સીદીકીની કામરેજનાં ખોલવડ ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાંથી ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. સમગ્ર ઘટના અંગે કામરેજ પોલીસને જાણ કરવામાં આવતા બનાવનાં સ્થળે દોડી આવેલી પોલીસે હાલ લાશનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી હતી. તાતીથૈયા ગામે યુવકે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે રાધે રેસિડેન્સી રહેતા રામસેવક પાસવાન (ઉંમર 39, મૂળ રહે દરભંગા બિહાર)એ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકની પત્ની રેખાદેવી પાસવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રામસેવક આજે પોતાના રૂમમાં બંધ રહ્યા હતા. બપોરે જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે તેઓ. પ્લાસ્ટિકના પીપ પર ચડીને છતના પંખાના હુક સાથે કપડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. હાલ પોલીસેસ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.