back to top
Homeગુજરાતપાટણ બાળતસ્કરીના તાર કચ્છ સુધી લંબાયા:આડેસરના બોગસ ડોક્ટરે વેચેલી દીકરીનો સોદો પાટણમાં...

પાટણ બાળતસ્કરીના તાર કચ્છ સુધી લંબાયા:આડેસરના બોગસ ડોક્ટરે વેચેલી દીકરીનો સોદો પાટણમાં ફોક થયો ને મોત, બનાસના તટમાં દાટેલી લાશ શોધી પણ કંઈ હાથ ન લાગ્યું

રાધનપુર બાળતસ્કરીમાં આરોપી નકલી ડોક્ટર સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર રિમાન્ડ પર છે. ત્યારે વધુ એક બાળકના વેચાણનો ખુલાસો થયો છે. જોકે, પોલીસ રિમાન્ડ દરમિયાન ખુલેલી હકીકત બાદ બાળકીની લાશની બનાસ નદીના તટમાં શોધખોળ કરાઈ હતી. જોકે, કચ્છના આડેસરના બોગસ ડોક્ટરે વેચેલી એ બાળકી ક્યાંય મળી ન હતી અને માત્ર મીઠું જ મળ્યું હતું. લાજ બચાવવા ડોક્ટરના હવાલે કરી ગયેલી માતા લોકલાજથી બચી ગઈ પણ એ માસૂમ દીકરીને મોતને હવાલે કરી ગઈ એ એને પણ ખબર નહીં હોય. રાધનપુર આસપાસમાં બાળતસ્કરીના નેટવર્કના એકબાદ એક પત્તાં ખુલી રહ્યા છે. પહેલા એક બાળકનું બનાસકાંઠાના થરાની હોસ્પિટલથી બાળકની ડિલિવરી કરી વેચાયાનું ખૂલ્યું હતું. ત્યારબાદ બીજા એક જિલ્લા એવા કચ્છમાંથી પણ બાળતસ્કરી ખૂલી છે. કચ્છના આડેસરથી બોગસ ડોક્ટરે એક લોકલાજથી બચવા માગતી મહિલાની ડિલિવરી કરીને બાળકીને વેચી દીધી હતી. પરંતુ એ બાળકી કોઈના ઘરે કિલકિલાટ કરે એ પહેલાં જ 7 લાખમાં થનારો સોદો ફોક થતાં પાટણના દવાખાનેથી નાસેલી નકલી ડોક્ટરની બેદરકારીને કારણે મરી ગઈ હતી. જોકે, તેને મારી નખાઈ હતી કે મરી ગઈ તે પોલીસ તપાસ કરી રહી છે. જોકે, 1 ડિસેમ્બરે પોલીસે આરોપીઓને સાથે રાખીને બાળકીની લાશ બનાસ નદીના પટમાં શોધવા પ્રયાસ કર્યા હતા. બાળક અંગે કોડથી વાતચીત કરાતી
બાળકી મરી જતાં તેનો નિકાલ નકલી ડોક્ટર સુરેશ અને શિલ્પા ઠાકોરે કરી હતી. આડેસરની બોગસ ક્લિનિકમાં નરેશ દેસાઈએ બાળકીની ડિલિવરી કરાવી હતી. તેની જાણ ધીરેન ઠાકોરને કરી હતી. જેથી સુરેશ અને નરેશ બંને વચ્ચે ધીરેને કોન્ટેક્ટ તેણે કરાવ્યો હતો. નરેશે ધીરેન ઠાકોરને કહ્યું કે એક બાળક બે નંબરીયું આવ્યું છે. બે નંબરીયું હોય તો બે નંબરીયું કોડ હતો, બે નંબરની વસ્તુ આવી છે. એમના કોડ હતો, મરેલા બાળકને બગડી ગયું એમ કહેતા. દોઢેક મહિના પહેલા બાળકીને લઈને દાખલ કરી
બે નંબરીયું બાળક આવ્યું એટલે છે. સુરેશ, શિલ્પા અને ધીરેન ગાડી લઇને આડેસર પહોંચ્યા હતા. બાળકી લઈને રાત્રે પાટણમાં દાખલ કર્યું હતું. સવારે જે પાર્ટીને આપવાનું હતું. તેને ડાઉટ પડ્યો કે પાર્ટી કંઈક જાણ કરશે કે નહીં લે. પાંચેક લાખનો સોદો થયો હતો, પણ પોલ ખુલે એવો ડર હતો. એટલે બાળક લઈ આ ભાગી ગયો હતો અને જતી વખતે બાળકી મરી ગઈ. અહીંયા એવું કહ્યું કે, ડોક્ટરે રજા આપી એટલે રાધનપુર હોસ્પિટલમાં દાખલ કરવાના છે. ત્યાંથી અહીં લાવ્યો હતો અને પાછો ત્યાં દાખલ કરવા જાય છે. એટલે શંકા તો જાય. બાળક પણ હેલ્ધી હતું, રાત્રે કોઈ હતું નહીં. એટલે સુરેશ પાટણથી નીકળી ગયો, પછી મારી નાખ્યું હોય કે મરી ગયું હોય એ તપાસ પોલીસ કરી રહી છે. બાળકીને કોઈ લેવાનું ન હતું, એનો 7 લાખમાં સોદો થયો તે કેન્સલ થયો એટલે આ બાળકી કોને આપવું એટલે એને પતાવી દઈએ દફનાવી દીધું હોવાની શક્યતા છે. આ બાળકી દિવાળી પહેલાનું હોવાનું જાણવા મળ્યું છે, જેનો અંદાજીત દોઢ-બે મહિના થયા હશે. બોગસ ડોક્ટરો પાસે મહિલાઓ ડિલિવરી કરાવવા જાય
આ એક દિવસની બાળકીને લઈ દિવ્યેશ શાહના ત્યાં લાવ્યો હતો. બે નંબરવાળી મહિલાઓ ડિલિવરી માટે ડોક્ટર પાસે જાય તો બે લાખ ખર્ચ થાય પણ આવા નકલી ડોક્ટરો પાસે જાય તો આબરૂ ના જાય અને બાળક પણ આપી દે. આમ આવી રીતે બે નંબરવાળા લોકો આવા ડોક્ટરની મુલાકાત લેતા હોય છે. મોટી હોસ્પિટલના કોઈ રોલ આમા હોતા નથી. આ બાળકીને પણ દિવ્યેશ શાહના ત્યાં લઈને આવ્યો હતો, પણ ડોક્ટરને શંકા જતાં આ સુરેશ ઠાકોર રાત્રે બાળકી લઈને ભાગ્યો હતો. રાત્રે બાળકી લઈને આવ્યા હતા. દોઢ મહિના અગાઉની ઘટના
આડેસરમાં આ બાળકીનો જન્મ રાત્રે એક દોઢ મહિના આસપાસ રાત્રે 9 વાગ્યા આસપાસ થયો હતો. આડેસર ખાતે સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર અને ધીરેન ઠાકોર એમ ત્રણ જણ લેવા ગયા હતા. ત્યાંથી મોડી રાત્રે પાટણ દિવ્યેશ શાહના ત્યાં લાવ્યા હતા, ત્યાં ડોક્ટરેને શંકા જતાં સારવારની ના પાડતા આ બાળક લઈને પરત જતાં આ બાળકીનું મોત થયું હતું. ધીરેન ઠાકોરના 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે 4 ડિસેમ્બર સુધીના રિમાન્ડ અપાયા છે. બાળકની ડિલિવરી કરવી એ બાળક કોનું હતું. એમ આને કેટલા પૈસા લીધા છે. નરેશ દેસાઈએ બાળક સુરેશ ઠાકોરને 10 હજારમાં વેચ્યું છે. નરેશ દેસાઈ સમીનો છે અને આડેસરમાં બોગસ હોસ્પિટલ છે. ત્યાં ડિલિવરી કરાવતો હતો. અત્યાર સુધી 5 આરોપીઓની ઘરપકડ થઈ છે
બાળક તસ્કરી કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. કેસની તપાસ કરી રહેલી પાટણ એસ ઓ જી પોલીસે અત્યાર સુધીમાં સૌ પ્રથમ સુરેશ ઠાકોર, તે બાદ શિલ્પા ઠાકોર અને તે બાદ રૂપસિંહ ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી અને તે તમામ અત્યારે રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે, તો બીજી તરફ આજ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી નરેશ દેસાઈ આડેસરમાં નકલી હોસ્પટલ ચલાવે છે અને ધીરેન ઠાકોર રાધનપુરવાળાની ધરપકડ કરી લેવામાં આવી છે. વધુ બે આરોપીઓની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરી 5 દિવસ રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જેમાં કોર્ટે 4 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે આ બાળ તસ્કરીમાં વધુ નામ ખૂલે તેવી સંભાવના સેવાઈ રહી છે. બાળક કોનું હતું? આવા બીજા કોઈ બાળક આપેલા છે કે કેમ? બાળક હાલ ક્યાં અને કેવી પરિસ્થિતિ છે તે બાબતે પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટે 4 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બાળક તસ્કરીમાં સામેલ ધીરેન ઠાકોર કોણ?
સૂત્રોએ જણાવ્યું હતું કે ધીરેન ઠાકોર એ પહેલા આરોગ્ય વિભાગમાં કરાર આધારિત નોકરી કરતો હતો. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિતને છૂટા કર્યા એમાં ધીરેનને પણ છૂટો કર્યો હતો. ત્યારબાદ ધીરેન મીત હોસ્પિટલ, સાંઇ કૃપા હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને તેનું ગુજરાન ચલાવતો હતો અને ધીરેન તેના પિતાઓનો એકનો એક દીકરો છે. થોડા સમય અગાઉ જ તેના પિતાનું કુદરતી મૃત્યુ થયું છે. તેના પિતા પાણી પૂરવઠામાં નોકરી કરતા હતા અને તેઓ નિવૃત હતા. ધીરેનનું વતન પ્રેમનગર ગામ છે અને તેને બે બાળકો છે અને તેની પત્ની છેલ્લા 10 વર્ષથી તેના પિયર રહે છે અને રિસામણે બેઠી છે. થોડા સમય અગાઉ તેના કારણે તેની પત્નીએ ધીરેનના ઘરે આવીને એસિડ પીને જીવન ટૂંકાવવોનો પ્રયાસ કર્યો હતો. ધીરેન હાલ તેઓનું પોતાના મકાન વેચાતું લઈને રામનગર સોસાયટીમાં રહે છે અને છેલ્લા પાંચેક દિવસથી તેના ઘરે તાળું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments