બાંગ્લાદેશ ઇમિગ્રેશન પોલીસે માન્ય પાસપોર્ટ અને વિઝા સાથે ભારત જતા ઇસ્કોનના 54 સભ્યોને સરહદ પર અટકાવી દીધા. આ લોકો એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત જઈ રહ્યા હતા. આ અંગે ઈમિગ્રેશન પોલીસનું કહેવું છે કે તેમની પાસે માન્ય પાસપોર્ટ અને વિઝા હોવા છતાં તેમની પાસે સરકારની ખાસ પરવાનગી નહોતી. બેનાપોલ ઈમિગ્રેશન પોલીસના એક અધિકારીએ ડેઈલી સ્ટાર અખબારને જણાવ્યું – અમે પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ સાથે વાત કરી. જ્યાંથી અમને ઇસ્કોનના સભ્યોને સરહદ પાર ન કરવા દેવાની સૂચના મળી. દેશના વિવિધ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓનો સમૂહ ભારત જવા માટે બેનાપોલ બોર્ડર પર પહોંચ્યો હતો. તેઓ બેનાપોલ ખાતે સરહદ પાર કરવા માટે કલાકો સુધી રાહ જોતા હતા, પરંતુ બાદમાં તેમને કહેવામાં આવ્યું હતું કે તેમની પાસે આમ કરવાની પરવાનગી નથી. ઈસ્કોનના સભ્ય સૌરભ તપંદર ચેલીએ કહ્યું- અમે ભારતમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, પરંતુ ઈમિગ્રેશન અધિકારીઓએ સરકારની પરવાનગી ન હોવાનું કારણ આપીને અમને અટકાવી દીધા. અત્યાર સુધીમાં ઇસ્કોનના ચાર સભ્યોની ધરપકડનો દાવો
બીજી તરફ કોલકાતા ઈસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં 4 ઈસ્કોન સભ્યોની ધરપકડનો દાવો કર્યો છે. ચાર હિન્દુ પૂજારીની તસવીર પોસ્ટ કરતા રાધારમણ દાસે લખ્યું- શું તેઓ આતંકવાદીઓ જેવા દેખાય છે? આ તમામની બાંગ્લાદેશ પોલીસે કોઈ કારણ વગર ધરપકડ કરી છે. જો કે, ચિન્મય પ્રભુ સિવાય, બાંગ્લાદેશ દ્વારા હજુ સુધી અન્ય ઈસ્કોન સભ્યોની ધરપકડ કે અટકાયત અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. બાંગ્લાદેશ ઇસ્કોને ચિન્યમ પ્રભુ સાથેના સંબંધો તોડી નાખ્યા
હિન્દુ ધર્મગુરુ ચિન્મય પ્રભુની મુક્તિને લઈને બાંગ્લાદેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. તે જ સમયે, ઇસ્કોન બાંગ્લાદેશે ચિન્મય પ્રભુથી પોતાને દૂર કર્યા છે. જનરલ સેક્રેટરી ચારુ ચંદ્ર દાસ બ્રહ્મચારીએ કહ્યું કે ચિન્મયને શિસ્તના ભંગ બદલ સંસ્થાના તમામ હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યો છે. ઈસ્કોન સાથે સંકળાયેલા 17 લોકોના બેંક ખાતા જપ્ત
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, યુનુસ પ્રશાસને ઈસ્કોન સાથે જોડાયેલા 17 લોકોના બેંક ખાતા 30 દિવસ માટે જપ્ત કર્યા છે. આમાં ચિન્મય પ્રભુનું એકાઉન્ટ પણ સામેલ છે. બાંગ્લાદેશ ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (BFIU) એ ગુરુવારે વિવિધ બેંકોને તેની સૂચનાઓ મોકલી હતી. ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ એજન્સીએ સેન્ટ્રલ બાંગ્લાદેશ બેંકને આ તમામ 17 લોકોના ખાતામાંથી ટ્રાન્ઝેક્શનની માહિતી 3 દિવસમાં મોકલવા કહ્યું છે. બાંગ્લાદેશ ઇસ્કોન સંબંધિત આ સમાચાર પણ વાંચો… ‘અમે તેમને ખૂદથી અલગ નથી કર્યા’: ચિન્મય પ્રભુ અંગે બાંગ્લાદેશ ઇસ્કોનની સ્પષ્ટતા; ગઈકાલે કહ્યું હતું- ચિન્મય સાથે અમારો કોઈ સંબંધ નથી ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન) એ ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ પ્રભુ દાસને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઇસ્કોને શુક્રવારે રાત્રે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, ચિન્મય પ્રભુ સંસ્થાના સત્તાવાર સભ્ય નથી, પરંતુ તેઓ તેમના અધિકારો અને સ્વતંત્રતાનું સમર્થન કરે છે. સંસ્થાએ ચિન્મય પ્રભુથી પોતાને દૂર કર્યા નથી અને કરશે પણ નહીં. ચિન્મય પ્રભુની દેશદ્રોહના આરોપમાં બાંગ્લાદેશમાં ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ બાદ સમગ્ર દેશમાં તણાવનું વાતાવરણ છે. તેમની જામીન અરજી રદ થવાને કારણે ઘણી જગ્યાએ હિંસા પણ થઈ હતી. આ પછી ગુરુવારે ઇસ્કોન બાંગ્લાદેશે ચિન્મય પ્રભુથી પોતાને દૂર કર્યા. ઇસ્કોન બાંગ્લાદેશના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્ર દાસ બ્રહ્મચારીએ કહ્યું હતું કે, ચિન્મયને શિસ્તના ભંગને કારણે સંસ્થાના તમામ હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેઓ તેમના કોઈપણ નિવેદનો અથવા પ્રતિક્રિયાઓની જવાબદારી લેતા નથી. ત્યારથી ઇસ્કોનની ટીકા થઈ રહી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર…)