back to top
Homeગુજરાતભદ્ર પરિસરના ગેરકાયદેસર દબાણોમાં હપ્તારાજ:દબાણો દૂર કરવા ગયેલી ટીમને શખસે કહ્યું- 60...

ભદ્ર પરિસરના ગેરકાયદેસર દબાણોમાં હપ્તારાજ:દબાણો દૂર કરવા ગયેલી ટીમને શખસે કહ્યું- 60 હજારનો હપ્તો આપીએ છીએ, પોલીસની હાજરીમાં જ અધિકારીને ધમકાવ્યા

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ભદ્ર પ્લાઝા પરિસરમાં આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાને લઈને શનિવારે મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીમાં એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિધ્ધેશ રાવલ દ્વારા મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર જવાબદારી ઢોળ્યા બાદ આજે રવિવારે સવારે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટર અને કર્મચારીઓ ભદ્ર પરિસર પ્લાઝા દબાણો દૂર કરવા માટે 4 જેટલી ગાડીઓ લઈને પહોંચ્યા હતા ત્યારે ત્યાં સ્થાનિક આગેવાન મહેબૂબ રંગરેજ અને અન્ય એક વ્યક્તિ ત્યાં પહોંચી ગયા હતા અને સ્થાનિક પોલીસની હાજરીમાં જ એસ્ટેટ વિભાગના અધિકારીઓને જોઈ લેવાની અને મારવાની ધમકી આપી હતી. પોલીસની હાજરીમાં જ અધિકારીઓને ધમકી આપી
ભદ્ર પરિસરમાંથી જ્યારે દબાણો દૂર કરવામાં આવતા હતા ત્યારે બે પોલીસ કર્મચારીઓ હાજર હતા અને આ વ્યક્તિએ કહ્યું હતું કે, પૈસા લઈને પણ દબાણો ચાલુ રાખવા દો છો. રૂ. 60,000નું ભરણ આપીએ છીએ. જેથી એસ્ટેટ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, તું અમને ભરણ નથી આપતો, જેને આપતો હોય તેને જઈને કહેજે તેમ કહીને દબાણો ભરી લીધા હતા. ભદ્ર પરિસરમાં દબાણો દૂર કરવા ગયેલા એસ્ટેટ વિભાગના અધિકારીઓને બંને વ્યક્તિએ પોલીસની હાજરીમાં જ ધમકી આપી હતી. જેના પગલે પોલીસ આ બંને વ્યક્તિને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી. આ મામલે હવે પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસનો બંદોબસ્ત રાખી દબાણો દૂર કરાશે
મધ્ય ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલને દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એસ્ટેટ વિભાગની ટીમ આજે સવારે દબાણો દૂર કરવા માટે ગઈ હતી. તે દરમિયાનમાં મહેબૂબ અને અન્ય એક શખસ ત્યાં આવ્યા હતા અને કર્મચારીઓને જોઈ લેવાની ધમકી આપી હતી. સ્થાનિક પોલીસ હાજર હતી, તેથી તે બંને શખ્સને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. ભદ્ર પરિસરમાંથી દબાણો દૂર કરવા હવે પોલીસનો બંદોબસ્ત માગી અને દબાણો દૂર કરાશે. પાથરણાંવાળાઓ પાસેથી પૈસા લઈને​​​​​​​ બેસવાની મંજૂરી
શનિવારે મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીમાં ભદ્ર પરિસર પ્લાઝામાં જે લોકો ગેરકાયદેસર રીતે લાયસન્સ વિના બેસે છે એવા લોકોને દૂર કરવા માટેની રજૂઆત થઈ હતી. આ કામગીરી ન થતી હોવાથી ટાઉન પ્લાનિંગ કમિટી મુલતવી રહી હતી. જેના પગલે આજે સવારથી જ મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના વોર્ડ ચાર ગાડીઓ સાથે ભદ્ર મંદિર અને ત્રણ દરવાજા પાસેના દબાણોને દૂર કરવા માટે પહોંચી હતી. દબાણની ગાડીઓ હોવા છતાં પણ પાથરણાવાળાઓ ત્યાં દબાણ કરીને બેસી ગયા હતા. સ્થાનિક પોલીસ સાથે મિલીભગત ધરાવનારા કેટલાક શખસોએ દાદાગીરી કરી અને પાથરણાંવાળાઓ પાસેથી પૈસા લઈને તેઓને બેસવા દેતા હતા. જેથી તેઓને હટાવવામાં આવતા હતા. એક શખસે 60 હજાર રૂપિયાનું ભરણ આપવામાં આવતું હોવાની વાત કરી
આ કામગીરી દરમિયાન મહેબૂબ અને અન્ય એક વ્યક્તિ આવ્યા હતા આ બંને દ્વારા પોલીસ કર્મચારીઓની હાજરીમાં જ એસ્ટેટ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટરની સાથે બોલાચાલી કરી હતી અને તેમને જોઈ લેવાની ધમકી આપી હતી. 60 હજાર રૂપિયાનું ભરણ આપવામાં આવતું હોવાની વાત કરી હતી. જેથી પોલીસવાળા તેને ત્યાંથી લઈ ગયા હતા. એસ્ટેટ વિભાગ દ્વારા મંદિર પરિસરની આસપાસ અને ત્રણ દરવાજા પાસેના દબાણો ઉપાડી લીધા હતા. આ સમગ્ર મામલે હવે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. પોલીસ સાથે મિલીભગત કરીને ગેરકાયદેસર રીતે પાથરણાંવાળાઓ બેસે છે
ભદ્ર પરિસરમાં કાયદેસરના 844 જેટલા પાથરણાવાળાઓ છે, જેને લાયસન્સ આપવામાં આવેલું છે, તેમને બેસવા દેવાની પરવાનગી છે પરંતુ, કેટલાક સ્થાનિક માથાભારે શખસો ભદ્ર પરિસરમાં આવી અને સ્થાનિક કારંજ પોલીસ સાથે મિલીભગત કરીને ગેરકાયદેસર રીતે પાથરણાંવાળાઓને બેસાડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જ્યારે દબાણો દૂર કરવા જાય તો તેમની સાથે બોલાચાલી કરી અને ધમકીઓ આપે છે પોલીસને પણ પોતાનો હપ્તો મળતો હોવાથી વધારે પડતું તેઓ આ ઘર્ષણમાં ધ્યાન આપતા નથી. આજે દબાણ દૂર કરવાની ઘટના સમયે બોલાચાલીમાં 60,000નો હપ્તો આપતા હોવાનું ખુદ પોતે વ્યક્તિ સ્વીકારે છે તેના પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે ભદ્રમાં પાથરણાઓ રાખવા માટે હપ્તા રાજ ચાલે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments