back to top
Homeબિઝનેસશું તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે?:ઘરે સરળતાથી તપાસો, તમે દુરુપયોગની...

શું તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે?:ઘરે સરળતાથી તપાસો, તમે દુરુપયોગની ફરિયાદ પણ કરી શકશો

આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડનો ઉપયોગ લગભગ દરેક અન્ય કામમાં થાય છે. આધાર કાર્ડમાં તમારું નામ, સરનામું અને ફોન નંબરથી માંડીને ફિંગરપ્રિન્ટ સુધીની માહિતી હોય છે. આવી સ્થિતિમાં, જો આધાર ખોટા હાથમાં જાય તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, જો તમને ડર છે કે કોઈ તમારા આધારનો દુરુપયોગ કરી રહ્યું છે, તો તમે ઘરે બેસીને જાતે જ તેની તપાસ કરી શકો છો. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની ઓફિશિયલ સાઈટ પર, તમે ઘરે બેઠા ઓનલાઈન ચેક કરી શકો છો કે તમારો આધાર નંબર ક્યારે અને ક્યાં વપરાયો છે. આ માટે તમારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ તેની સંપૂર્ણ પ્રક્રિયા છે… 1. સૌ પ્રથમ તમારે આધાર વેબસાઇટ અથવા આ લિંક uidai.gov.in પર જવું પડશે. 2. અહીં Aadhaar Servicesની નીચે, તમને Aadhaar Authentication Historyનું ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો. 3. અહીં તમારે આધાર નંબર અને સિક્યોરિટી કોડ દાખલ કરવો પડશે અને Send OTP પર ક્લિક કરો. 4. આ પછી, આધાર સાથે જોડાયેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વેરિફિકેશન માટે એક OTP આવશે, આ OTP દાખલ કરો અને Submit પર ક્લિક કરો. 5. આ પછી તમારે ઑથેંટિકેશન ટાઇફ અને ડેટ રેન્જ અને OTP સહિત તમામ માગેલી માહિતી ભરવાની રહેશે. (નોંધ- તમે 6 મહિના સુધીનો ડેટા જોઈ શકો છો.) 6. તમે વેરિફાઈ OTP પર ક્લિક કરો કે તરત જ તમારી સામે એક લિસ્ટ દેખાશે, જેમાં છેલ્લા 6 મહિનામાં આધારનો ઉપયોગ ક્યારે અને ક્યાં થયો તેની માહિતી હશે. તમે દુરુપયોગ વિશે ફરિયાદ કરી શકો છો
જો રેકોર્ડ્સ જોયા પછી તમને લાગે કે આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે, તો તમે તરત જ ફરિયાદ નોંધાવી શકો છો. તમે ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરીને અથવા help@uidai.gov.in પર ઇમેઇલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો અથવા તમે uidai.gov.in/file-complaint પર ઑનલાઇન ફરિયાદ પણ નોંધાવી શકો છો. વ્યક્તિના મૃત્યુ પછી આધાર રદ કરવાની કોઈ જોગવાઈ નથી
વ્યક્તિના મૃત્યુ પછી તેનું આધાર કાર્ડ રદ કરવાની કોઈ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં, મૃતકના આધાર કાર્ડને સુરક્ષિત રાખવા અને તેનો દુરુપયોગ ન થાય તેની ખાતરી કરવાની જવાબદારી મૃતકના પરિવારની છે. જો મૃત્યુ પામનાર વ્યક્તિ આધાર દ્વારા કોઈ યોજના અથવા સબસિડીનો લાભ લેતો હતો, તો સંબંધિત વિભાગને વ્યક્તિના મૃત્યુ વિશે જાણ કરવી જોઈએ. આ સાથે તેનું નામ તે સ્કીમમાંથી હટાવી દેવામાં આવશે. શું કરવું: આધાર એપ અથવા UIDAI વેબસાઇટ દ્વારા મૃત વ્યક્તિના આધારને લોક કરી શકાય છે. આનાથી મૃત વ્યક્તિના આધાર નંબરનો દુરુપયોગ અટકાવવામાં મદદ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments