સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત અમદાવાદ શહેરને નંબર-1 બનાવવાના પ્રયાસ અંતર્ગત શહેરીજનો પાસે પણ સૂચનો અને માંગવામાં આવી રહ્યા છે. શહેરના થલતેજ, બોડકદેવ, બોપલ, ઘાટલોડીયા, ચાંદલોડિયા સહિતના વિસ્તારના રહેવાસીઓ, NGO, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્થાનિક એસોસિએશનનો તથા નાગરિકો પાસેથી સૂચનો મેળવવા સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. લોકોના સૂચનો મેળવવામાં આવ્યા હતા. ગંદકી અને સફાઈ અંગેની જે ફરિયાદો આવે તેનો ઝડપથી નિકાલ કરવામાં આવે તેમજ મશીનોથી પણ સફાઈ યોગ્ય થાય તેના માટે જણાવ્યું હતું. નાગરિકોએ પણ કચરો રોડ ઉપર ફેંકીને ગંદકી ન કરવી તેમજ સ્વચ્છતા જાળવે તેની પ્રતિજ્ઞા અધિકારીઓ દ્વારા લેવડાવવામાં આવી હતી. અમદાવાદને નંબર-1 બનાવવા કેમ્પેઈન શરૂ કર્યું
સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જન ભાગીદારી મેળવવામાં આવી રહી છે. દિવ્યભાસ્કર પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને નંબર-1 બનાવવા માટે ચલ સાફ કરીએ કેમ્પેઈન શરૂ કર્યું છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ ઝોનનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીની અધ્યક્ષતામાં સોલિડવીસ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને સાથે રાખી અમદાવાદ શહેરને સફાઈ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રક્રમે લાવવા અંગે સ્થાનિક શહેરીજનોનાં સૂચનો અને અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા. સફાઈ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં વધુ સારૂ પરિણામ લોકભાગીદારી થકી કરવાનું છે. સ્થાનિક વિસ્તારના પ્રશ્નો અને જરૂરીયાતોને સમાવવા કોઈ પણ તબક્કે વિચાર પરામર્શ માટે ઉપયોગી સૂચનો આપવા આપવા માટે શહેરીજનોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં કચરાની ફરિયાદોનો ઝડપી નિકાલ થાય, જ્યાં પણ ગંદકી હોય ત્યાં યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે. RRR કામગીરી અંગે પણ સમજાવટ આપી હતી
શહેરને સ્વચ્છ બનાવવા માટે થઈને યોગ્ય મશીનરીનો ઉપયોગ કરવામાં આવે એવા સૂચનો કરવામાં આવ્યા હતા. શહેરીજનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી આપવામાં આવેલા સૂચનો, જરૂરી મુદ્દાઓ, ફરિયાદ નિકાલ તથા નિયમિત પ્રકારની કામગીરીને અસરકારકતામાં જે-તે વિભાગ દ્વારા સમાવી લેવાશે તેની ખાતરી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. સફાઈ અને સ્વચ્છતામાં શહેરને આગળ લાવવા અંગે મેસેજ તેઓ દ્વારા પોતાના રહેણાંકની સોસાયટી, સમાજ-સભાઓ, સામાજીક કાર્યક્રમો અને તેમના કાર્યસ્થળો ઉપર વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવા પ્રયત્ન કરવા પણ જણાવ્યું હતું. ઉત્તર-પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારી દ્વારા RRR (રિસાયકલ, રિયુઝ અને રિડ્યુઝ) કામગીરી અંગે પણ સમજાવટ આપી હતી. જૂના કપડા, વસ્તુઓ હોય તમામ વસ્તુઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતી RRR વાનને આપી સફાઈ અને સ્વચ્છતા સાથે જરૂરિયાતમંદો સુધી વસ્તુ પહોંચવામાં સમજૂતી આપી હતી.