ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલ ઇદગાહ મસ્જિદની બાજુમાં આજે વહેલા ચાર વાગ્યાની આસપાસ એક ફોર વ્હીલ ગાડીમાં આકસ્મિક આગ આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. જેથી આજુબાજુના લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડ જાણ કરી હતી. ગોધરા ફાયર બ્રિગેડ ના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ફોર વ્હીલ સેન્ટ્રો કાર ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આગ લાગવાના બનાવમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલ ઇદગાહ મસ્જિદની બાજુમાં એક ફોર વ્હીલ સેન્ટ્રો કાર પાર્ક કરીને મૂકી રાખી હતી. ત્યારે સેન્ટ્રો કારમાં આકસ્મિક આગ લાગતા આજુબાજુમાં દોડધામ સાથે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં આગે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગણતરીની કલાકોમાં ભડભડ બળીને રાખ થઈ ગઈ હતી. આજુબાજુના સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા ફાયરબિગરને જાણ કરી હતી. તેથી ફાયર બ્રિગેડના જવાન ભાવેશ ઠાકોર અને સતીશ ડાંગી તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી અને સેન્ટ્રો કાર ઉપર અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. આગના બનાવમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. આગ કાબૂમાં આવતા આજુબાજુના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.