વલસાડના વાપી ખાતે આવેલા વૈશાલી ચાર રસ્તા નજીક આવેલી બેન્કમાંથી ગ્રાહકના સ્વાંગમાં જઈને બેંકમાં ખાતામાં જમા કરવા આવેલા અલગ અલગ બેંકોમાં ચેક ચોરી કરી તે ખાતેદારના નામનો ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવી જેતે બેંકમાં જઇ રૂપિયા ઉપાડી છેતરપિંડી આચરનારને વાપી GIDC પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. તે કેસમાં આરોપીએ જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ ટી વી આહુજાએ આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. વલસાડ જિલ્લાના વાપીના વૈશાલી ચાર રસ્તા નજીક આવેલી બેંકમાં ખાતેદારના સ્વાંગમાં આવેલા એક ઇસમે બેકમાં જમા કરવા આવેલા ચેક ચોરી કરી જે તે બેંકની બ્રાન્ચમાં જઈ તે ખાતેદારના નામનો ડુપ્લીકેટ આધાર કાર્ડ રજૂ કરી બેન્ક સાથે અને ખાતેદાર સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોવાની ફરિયાદ વાપી GIDC પોલીસ મથકે બેન્કના બ્રાન્ચ મેનેજરે નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વાપી GIDC પોલીસની ટીમે બેન્ક પાસે વોચ ગોઠવી બેન્કના ચેક કાઉન્ટર પાસેથી ચેકની ચોરી કરતા આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્માને ઝડપી પાડ્યો હતો. તે કેસમાં ઝડપાયા બાદ આજ રોજ વલસાડ જિલ્લાના વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્માએ જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસર કારક દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ ટી વી આહુજાએ આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.