ઉત્તરાયણ પર્વને આડે માત્ર એક મહિનો બાકી રહ્યા છે. ત્યારે ગોધરા શહેરમાં પતંગ રશિયાઓ અત્યારથી પતંગ ચગાવવામાં મગ્ન બની ગયા છે. બીજી બાજુ ગોધરા નગરજનોએ ચોક્કસ પતંગબાજીનો આનંદ માણવો જોઈએ, પરંતુ આ પતંગબાજીમાં દાખવાતી બેદરકારી કે ઉન્માદના કારણે દર વર્ષે સેંકડો અબોલ પક્ષીઓ મોતના મુખમાં હોમાઈ જાય છે. ત્યારે ગોધરા શહેરના બગીચા રોડ અને ગીદવાણી રોડ ઉપર પતંગની દોરીમાં ફસાઈ ગયેલા બે કબૂતરને ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરી અને સહી સલામત રીતે પતંગની દોરીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ગોધરા ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આગ બુઝાવવાની સાથે પક્ષીઓના રેસ્ક્યુ પણ કરવામાં આવે છે. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર ગોધરા શહેરના મધ્યમાં આવેલા બગીચા રોડ અને ગીદવાણી રોડ ઉપર એક પતંગની દોરીથી વીંટળાઈને ફસાઈ ગયેલા કબુતરનું રેસ્ક્યૂ કરીને તેનો બચાવ કરવામાં આવ્યો હતો. જેમાં ફાયર બ્રિગેડ ડીસીઓ ભાવેશસિંહ ઠાકોર અને સતીશ ડાંગી દ્વારા ગોધરા શહેરના બગીચા રોડ અને ગીદવાની રોડ ઉપર પતંગની દોરીથી વીંટળાઈને ફસાઈ ગયેલ કબુતરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને સહી સલામત રીતે પતંગની દોરીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.