ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે અંકલેશ્વરમાંથી 13 વર્ષ પૂર્વે બાઇકની ચોરી કરનાર બે આરોપીઓને મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ મધ્યપ્રદેશ ખાતેના કઠીવાડા ખાતે ગઇ હતી. જ્યાં બાતમી મળી હતી કે વર્ષ 2011માં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 ઈસમો ગામમાં ફરી રહ્યા છે. જેથી સ્થાનિક પોલીસને સાથે રાખી તપાસ કરતા બાઈક ચોરીના ગુના આરોપીઓ પારસીંગ કનેરા અને રાકેશ ચૌહાણની ધરપકડ કરી હતી. આરોપીઓ વર્ષ 2011માં અંકલેશ્વરમાં મજૂરી કામ અર્થે આવ્યા હતા એ દરમ્યાન રાત્રીના સમયે ચાર આરોપીઓએ મળી બાઈક ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. જે પૈકી 2 આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.