બોમ્બે હાઈકોર્ટે સોમવારે વચગાળાના આદેશમાં પુણેની એક રેસ્ટોરન્ટને ‘બર્ગર કિંગ’ નામનો ઉપયોગ કરવાથી રોકી દીધી હતી. યુએસ સ્થિત ફર્મ બર્ગર કિંગની ટ્રેડમાર્ક ઉલ્લંઘનની અરજી પર સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ આદેશ અમલમાં રહેશે. જસ્ટિસ એ.એસ. ચંદુરકર અને રાજેશ પાટીલની બેન્ચે કહ્યું કે, બર્ગર કિંગ કોર્પોરેશનની અપીલ સાંભળવી જરૂરી છે. કોર્ટે બંને પક્ષો (બર્ગર કિંગ અને રેસ્ટોરન્ટ)ને અપીલના નિકાલ સુધી છેલ્લા 10 વર્ષના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સ અને ટેક્સ દસ્તાવેજો રજૂ કરવાની તૈયારી કરવાનો આદેશ આપ્યો હતો. બર્ગર કિંગના ટ્રેડમાર્કને લઈને પુણે રેસ્ટોરન્ટનો મામલો સૌપ્રથમ 2011માં કોર્ટમાં પહોંચ્યો હતો. પુણેમાં એક રેસ્ટોરન્ટે બર્ગર કિંગ નામનો ઉપયોગ કર્યો હતો, જેને કંપનીએ કોર્ટમાં પડકારતા કહ્યું હતું કે તે તેના ટ્રેડમાર્કનું ઉલ્લંઘન છે. કંપનીએ ઓગસ્ટમાં અરજી દાખલ કરી હતી પુણેની કોર્ટના આદેશને પડકારતી કંપનીએ આ વર્ષે ઓગસ્ટમાં હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. આ મહિને પુણેની કોર્ટે રેસ્ટોરન્ટ સામે ટ્રેડમાર્કના ઉલ્લંઘનનો આરોપ લગાવતા કેસને ફગાવી દીધો હતો. બર્ગર કિંગ કોર્પોરેશને હાઈકોર્ટમાં અરજી કરી હતી અને પુણેના રેસ્ટોરન્ટ માલિકો – અનાહિતા ઈરાની અને શાપૂર ઈરાનીને કોર્ટના નિર્ણય સુધી ‘બર્ગર કિંગ’ નામનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી. આ કેસની સુનાવણી ઓગસ્ટમાં શરૂ થઈ હતી ઓગસ્ટમાં હાઈકોર્ટે કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી શરૂ કરી હતી. ત્યાર બાદ હાઈકોર્ટે પુણે કોર્ટના 2012ના વચગાળાના આદેશને લંબાવ્યો હતો જેમાં રેસ્ટોરન્ટને ‘બર્ગર કિંગ’ નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ફાસ્ટ-ફૂડ કંપનીએ અપીલમાં કહ્યું કે, પુણેની આ રેસ્ટોરન્ટના સમાન નામ (બર્ગર કિંગ)ને કારણે તેની આવકની સાથે તેના નામ અને પ્રતિષ્ઠાને પણ નુકસાન થઈ રહ્યું છે. બર્ગર કિંગની અરજી 2011માં ફગાવી દેવામાં આવી હતી અગાઉ 2011માં પુણેની કોર્ટે બર્ગર કિંગ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે, પુણેમાં આ સ્ટોર 1992થી ચાલી રહ્યો છે. જ્યારે 22 વર્ષ પછી અમેરિકન કંપનીએ ભારતમાં પોતાનો પહેલો સ્ટોર શરૂ કર્યો. બર્ગર કિંગના વકીલે કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા બર્ગર કિંગના વકીલ હિરેન કમોદે પૂણે કોર્ટના આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે બર્ગર કિંગના ભારતમાં 400થી વધુ રેસ્ટોરન્ટ્સ છે, જેમાંથી એકલા પુણેમાં 6 સ્ટોર છે.