back to top
Homeદુનિયા'ભારતીયો પાગલ છે':અમેરિકામાં ભારતીય મૂળના ફોટોગ્રાફર પર જાતિવાદી હુમલો, LA એરપોર્ટ પર...

‘ભારતીયો પાગલ છે’:અમેરિકામાં ભારતીય મૂળના ફોટોગ્રાફર પર જાતિવાદી હુમલો, LA એરપોર્ટ પર મહિલાએ કહ્યું- તમને નિયમોનું ભાન નથી, એરલાઈન્સે નો-ફ્લાય લિસ્ટમાં મૂકી

લોસ એન્જલસ એરપોર્ટ પર એક શટલ બસમાં ભારતીય મૂળા અમેરિકન ફોટોગ્રાફર પરવેઝ તૌફીક અને તેના પરિવાર પર જાતિવાદી હુમલો કરવામાં આવ્યો હતો. એક મહિલાએ તૌફિકના પરિવાર પર જાતિવાદી ટિપ્પણી કરી અને કહ્યું- તમારો પરિવાર ભારતનો છે, તમને નિયમોનું કોઈ સન્માન નથી… ભારતીયો પાગલ છે. મહિલાના આ પાગલપનને કારણે યુનાઈટેડ એરલાઈન્સે તેને નો-ફ્લાય લિસ્ટમાં મૂકી દીધી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે મહિલાએ તૌફિકના પુત્ર પર જાતિવાદી ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. તૌફિકે વીડિયો બનાવવાની શરૂઆત કરતા જ મહિલાએ વચ્ચેની આંગળી બતાવતા બૂમો પાડવા લાગી. મહિલાએ કહ્યું- તમારો પરિવાર ભારતનો છે, તમને નિયમોનું સન્માન નથી, તમને લાગે છે કે તમે બધાને દબાણ કરી શકો છો. તમે લોકો પાગલ છો. મહિલા પોતાને પીડિતા કહેવા લાગી
મામલો વણસતો જોઈને જ્યારે સિક્યોરિટી ગાર્ડને બોલાવવામાં આવ્યા તો મહિલાએ પોતાને પીડિતા કહેવાનું શરૂ કર્યું. મહિલાએ કહ્યું- તે (એરલાઇન કર્મચારી) એ વાતની પરવા નથી કરતી કે હું જાતિવાદી છું, તમે મારા માટે જાતિવાદી છો, હું અમેરિકન છું. તૌફીકે કહ્યું- અમે પણ અમેરિકન છીએ. જવાબમાં મહિલાએ કહ્યું- તમે મૂળ અમેરિકન નથી. તમે ભારતના છો. જોકે, અન્ય મુસાફરોએ ફોટોગ્રાફરને ટેકો આપ્યો હતો. ઘટનાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા તૌફીકે લખ્યું- અત્યારે મારું લોહી ઉકળી રહ્યું છે. હું તેને માની પણ શકતો નથી. તે મારા બાળકોને શાંત રહેવાનું કહેતી હતી, અને હું મારો ગુસ્સો ગુમાવી બેઠો હતો. મેં કહ્યું- તમને મારા બાળકો સાથે આ રીતે વાત કરવાનો કોઈ અધિકાર નથી. અમેરિકામાં ભારતીયો સામે જાતિવાદી હિંસા વધી
અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીયો વિરુદ્ધ જાતિવાદી હિંસામાં વધારો થયો છે. વર્ષ 2024ના પ્રથમ ત્રણ મહિનામાં પણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યાનો આંકડો બે આંકડાને પાર કરી ગયો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીએ પણ અમેરિકી સંસદમાં આ અંગે સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આવી બાબતોને લઈને ઝીરો ટોલરન્સ નથી. ઈન્ડો-અમેરિકન ડેમોક્રેટ નેતા અને કોંગ્રેસમેન થાનેદારે હિન્દુફોબિયા સામે લડવાની વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમેરિકામાં નફરત માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments