ગોંડલમાં ફરી દેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોંડલ તાલુકાના ગોમટા ચોકડી પાસેથી દેશીદારૂનો જથ્થો ભરેલ કાર પકડી પાડવામાં આવી છે. રાજકોટ રૂરલ LCB PI વી.વી. ઓડેદરા, PSI એચ.સી ગોહિલ અને સ્ટાફ વાહન ચેકીંગમાં હતા જે દરમ્યાન શંકાસ્પદ કાર રોકવા જતા કાર ચાલકે કાર ઉભી રાખેલ નહી અને કાર ગોંડલ તાલુકાના ગોમટા ચોકડીથી આગળ નેશનલ હાઇવે રોડ પર આવેલ રામ હોટલ પાછળ દેવ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાસે કાર રેઢી મુકી કારચાલક નાશી ગયો હતો. જો કે, કારમાંથી રૂપિયા 96,000/- નો દેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી
હાલ સમગ્ર મામલે ગોંડલ તાલુકા પો.સ્ટેમાં પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામા આવી છે. પોલીસે દેશી દારૂ સહિત કાર મળી કુલ રૂપિયા 2,96,000/- નો મુદ્દામાલ જપ્ત કરી નાશી છૂટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. રૂરલ LCB સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો
આ કામગીરીમાં રાજકોટ રૂરલ LCB PI વી.વી. ઓડેદરા, PSI એચ.સી.ગોહિલ, ASI બાલકૃષ્ણ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, અનિલ ગુજરાતી, વાઘા આલ, ભગીરથસિંહ જાડેજા, ધર્મેશ બાવળિયા, ભાવેશ મકવાણા, મહિપાલસિંહ ચુડાસમા સહિતના આ કામગીરીમાં જોડાયા હતા.