આજે 2 ડિસેમ્બરે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 79,457ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 70 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 24,050ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 15માં તેજી છે અને 15માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 34માં ઘટાડો છે અને 16માં તેજી છે. NSE સેક્ટરલ ઇન્ડેક્સના FMCG, બેન્કિંગ, IT અને રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં તેજી પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટનો IPO આજે ખુલશે ભારતના પ્રથમ રજિસ્ટર્ડ સ્મોલ એન્ડ મીડિયમ ટ્રસ્ટ (SM-REIT), પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (PSIT)નો IPO આજે એટલે કે 2 ડિસેમ્બરથી ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 4 ડિસેમ્બર સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 9 ડિસેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. શુક્રવારે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા શુક્રવારે 29 નવેમ્બરે સેન્સેક્સ 759 પોઈન્ટ (0.96%)ના વધારા સાથે 79,802 પર બંધ થયો હતો. નિફ્ટીમાં 216 પોઈન્ટ (0.91%)નો ઉછાળો આવ્યો હતો, તે 24,131ના સ્તરે બંધ થયો હતો. BSE સ્મોલકેપ 417 પોઈન્ટ (0.76%) વધીને 55,199 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં તેજી અને 4માં ઘટાડો રહ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 43 માં તેજી હતી અને 7માં ઘટાડો રહ્યો હતો. NSEના સેક્ટોરલ ઈન્ડેક્સમાં, રિયલ્ટી અને PSU બેન્કિંગ ક્ષેત્રો સિવાય, તમામ તેજી સાથે બંધ થયા છે.