back to top
HomeભારતKGF એક્ટ્રેસનું રહસ્યમય મોત!:30 વર્ષની શોભિતા શિવન્ના ઘરમાં મૃત હાલતમાં મળી આવી,...

KGF એક્ટ્રેસનું રહસ્યમય મોત!:30 વર્ષની શોભિતા શિવન્ના ઘરમાં મૃત હાલતમાં મળી આવી, ફિલ્મ જગત શોકમાં ગરકાવ

‘મંગલા ગૌરી’ અને ‘કૃષ્ણા રુક્મિણી’ જેવા ટીવી શોનો હિસ્સો રહી ચૂકેલી એક્ટ્રેસ શોભિતા શિવન્નાએ 30 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. કન્નડ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ તેના હૈદરાબાદના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. શોભિતા લગ્ન બાદ થોડો સમય મનોરંજનની દુનિયાથી દૂર રહી અને હવે તે ફરી એકવાર ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવાની તૈયારી કરી રહી હતી. દરમિયાન આ સમાચારે સૌને ચોંકાવી દીધા છે. પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી
શોભિતાનો મૃતદેહ હૈદરાબાદના ગચીબોવલી સ્થિત શ્રીરામ નગર કોલોનીમાં એક્ટ્રેસના એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પડોશીઓએ પોલીસને જાણ કરી અને આત્મહત્યાની શંકા વ્યકત કરી હતી. પોલીસે કેસ નોંધ્યો છે અને મોતની આસપાસના તમામ શંકાસ્પદ તથ્યોની તપાસ કરી રહી છે. શોભિતાની છેલ્લી પોસ્ટ
સોશિયલ મીડિયા પર શોભિતા ઘણી એક્ટિવ હતી. તેણે છેલ્લે 16 નવેમ્બર 2024ના રોજ તેની છેલ્લી પોસ્ટ કરી હતી. જેમાં તેણે ગિટાર વગાડતા એક સિંગરને રેકોર્ડ કર્યો હતો. ત્યારબાદથી તેના તરફથી કોઈ પોસ્ટ કે અપડેટ દેખાઈ નથી. ગીતા ભારતીએ વ્યકત કર્યું દુ:ખ
આ ઘટના વિશે દુ:ખ વ્યકત કરતાં ગીતા ભારતીએ કહ્યું કે તે ખૂબ જ આઘાતમાં છે અને લોકોનું સ્ટેટસ જોઈને તેને શોભિતાના મૃત્યુની ખબર પડી. પહેલા તેને લાગ્યું કે આ સમાચાર ખોટા હોઈ શકે છે પરંતુ પછી જ્યારે સત્યની ખબર પડી તો તે દંગ રહી ગઈ. ગીતાએ જણાવ્યું કે ટીવી શોનું શૂટિંગ પૂરું થયા પછી તે શોભિતા સાથે ખાસ સંપર્કમાં ન હતી, પરંતુ કેટલીકવાર બંને કોઈને કોઈ કાર્યક્રમમાં મળતાં હતાં અને વાતો પણ કરતાં હતાં. શોભિતા શિવન્નાનું વર્કફ્રન્ટ
શોભિતાએ ‘ગલીપાટા’, ‘મંગલા ગૌરી’, ‘કોગીલે’, ‘કૃષ્ણા રુક્મિણી’ અને ‘અમ્માવરુ’ સહિત 10થી વધુ ફેમસ ટીવી શોમાં કામ કર્યું છે. આ સિવાય એક્ટ્રેસ ‘અરાડોંડલા મૂરુ’ અને ‘જેકપોટ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેણે એક્ટિંગ કરિયરની શરૂઆત 2015ની કન્નડ ફિલ્મ ‘રંગીતરંગા’થી કરી હતી, જેનાથી તેને ફેમ મળી. આ સિવાય ‘U-Turn’, ‘K.G.F:Chapter 1’ અને ‘K.G.F:Chapter 2’માં પણ કામ કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments