વૈશ્વિક શેરબજારોના સથવારે આજે ભારતીય શેરબજારમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે.પીએસયુ અને મેટલ શેર્સમાં આકર્ષક લેવાલી નોંધાઈ છે.પરિણામે સેન્સેક્સ 600 થી વધુ પોઈન્ટ ઉછળ્યો છે.જ્યારે નિફ્ટી 150 પોઈન્ટ ઉછળી હતી.સ્મોલકેપ ઈન્ડેક્સ પણ 450પોઈન્ટથી વધુ અને મીડકેપ ઈન્ડેક્સ 300 પોઈન્ટ ઉછળ્યો છે. એફએમસીજી અને રિયાલ્ટી સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. નિફ્ટી બેન્ક,પીએસયુ બેન્ક,મેટલ ઈન્ડેકસ 1% થી વધુ ઉછળ્યો છે.છેલ્લા એક સપ્તાહમાં રિયાલ્ટી ઈન્ડેક્સ 3% સુધી ઉછળ્યો છે. સેન્સેક્સ 597 પોઈન્ટના ઉછાળા સાથે 80845 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 118 પોઈન્ટના ઉછાળા સાથે 24547 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 473 પોઈન્ટના ઉછાળા સાથે 52868 પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ, નિફટીમાં આજે ઉછાળો આવ્યા સાથે ફંડો, રિટેલ ઈન્વેસ્ટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદી કરતાં માર્કેટબ્રેડથ વધુ પોઝિટીવ બની હતી. ઊંચી કિંમતોને કારણે માગ પર આવેલા દબાણની અસર નવેમ્બરમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ પર જોવા મળી હતી. ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિ સાધારણ મંદ રહી હતી પરંતુ ઉત્પાદકોનો આશાવાદ જળવાઈ રહ્યો હતો.એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા ભારત માટેના ઉત્પાદન ક્ષેત્રના એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે ઓકટોબરમાં 57.50 હતો તે નવેમ્બરમાં સાધારણ ઘટી 56.50 રહ્યો છે. જો કે 50થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ ગણવામાં આવે છે.વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર અપેક્ષા કરતા ઘણો નીચો રહી 5.40% આવ્યો છે.નવેમ્બરમાં નવા ઓર્ડર્સનો સબ-ઈન્ડેકસ વર્તમાન વર્ષની બીજી નીચી સપાટીએ રહ્યો છે. સ્પર્ધા તથા ફુગાવાજન્ય દબાણોને કારણે વિસ્તરણ દર ઘટીને 11 માસના તળિયે ઉતરી આવ્યો છે.ઓકટોબરમાં ભારતનો રિટેલ ફુગાવો 6.21% સાથે 14 મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,એચડીએફસી એએમસી,ટીવીએસ,એસીસી,લ્યુપીન, ગ્રાસીમ,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,ટાટા કોમ્યુનિકેશન,હવેલ્લ્સ,ટેક મહિન્દ્રા,એસબીઆઈ લાઈફ,ઓરબિંદો ફાર્મા,રામકો સિમેન્ટ્સ,જીન્દાલ સ્ટીલ,એક્સીસ બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,સિપ્લા,રિલાયન્સ,અદાણી પોર્ટસ,ટાટા મોટર્સ, જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ઓબેરોઈ રીયાલીટી,સન ફાર્મા,કોટક મહિન્દ્રા બેન્ક,બાટા ઇન્ડિયા જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4067 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1220 અને વધનારની સંખ્યા 2739 રહી હતી, 108 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 178 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 458 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24547 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24373 પોઇન્ટના પ્રથમ અને 24303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24580 પોઇન્ટથી 24606 પોઇન્ટ, 24676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52868 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52570 પોઇન્ટના પ્રથમ અને 52474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52979 પોઇન્ટથી 53088 પોઇન્ટ,53188 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.52474 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
મુથૂટ ફાઈનાન્સ ( 1942 ) :- મુથૂટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1919 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1903 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1963 થી રૂ.1970 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1983 ઉપર તેજી તરફી ધ્યાન…!!
એચડીએફસી બેન્ક ( 1831 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1808 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1790 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1848 થી રૂ.1855 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
ઈન્ફોસીસ લીમીટેડ ( 1895 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1919 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1880 થી રૂ.1863 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1933 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
એચસીએલ ટેકનોલોજી ( 1891 ):- રૂ.1909 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1920 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1874 થી રૂ.1860 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1933 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા…
મિત્રો, શેરબજારમાં કરેક્શનનો માહોલ પૂર્ણ થયો છે. માર્કેટ બાઉન્સ બેક થયું છે. હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ જળવાઈ રહેશે.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) દ્વારા ભારતીય શેર બજારોમાં વેચવાલમાંથી ખરીદદાર બન્યા સાથે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં નિફટી બેઝડ મચાવેલા તોફાન બાદ સપ્તાહના અંતે શેરોમાં સાર્વત્રિક તેજીના મંડાણ થતાં જોવાયા છે. અલબત એફપીઆઈઝ સપ્તાહના અંતે કેશ સેગ્મેન્ટમાં ફરી વેચવાલ બન્યા સામે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ખરીદી કરીને સ્મોલ, મિડ કેપ શેરોમાં નવા પ્રાણ પૂર્યા છે. પરંતુ અત્યારે બજાર પૂર્ણપણે ફરી તેજીની પટરી પર આવી ગયું હોવાનો વિશ્વાસ મૂકવો વહેલો ગણાશે. જીડીપી વૃદ્વિના આંક બે વર્ષના તળીયે આવતાં અને હજુ જીઓપોલિટીકલ ટેન્શન પૂર્ણપણે હળવું નહીં થયું હોવાથી નિફટી બેઝડ વંટોળ હજુ ડિસેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી ચાલુ રહેવાની સંભાવનાને જોતાં બજાર હજુ વોલેટાઈલ રહેવાની શકયતા છે. સપ્તાહના અંતે જોવાયેલી તેજીને અત્યારે તો પુલબેક રેલી જ ગણી શકાય. વૈશ્વિક મોરચે ઈઝરાયેલ-લેબનોન વચ્ચે યુદ્વ વિરામ બાદ હિઝબુલ્લાહ યુદ્વ વિરામનો ભંગ કરી રહ્યાના અને ફરી યુદ્વની શકયતાના સંકેત સાથે યુક્રેન પર રશીયાના મહા મિસાઈલ હુમલાના પરિણામે જીઓપોલિટીકલ ટેન્શન વધવાનું જોખમ ઊભું થયું છે.અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે થઈ રહેલા આ વૈશ્વિક ડેવલપમેન્ટ કેવો વળાંક લેશે એ કળવું હાલ મુશ્કેલ હોવાથી સાવચેત તેજીના મોટા વેપારમાં સાવચેત રહેવું આવશ્યક છે.અત્યારે પુલ બેક રેલી સાથે શેરોમાં ડિફેન્સિવ રહી સિલેક્ટિવ રહેવું. નવેમ્બરમાં કડાકા બાદ હવે ડિસેમ્બરનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.