સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં સાર્વત્રિક સુધારો જોવા મળ્યો છે.માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. સેન્સેક્સ 445 પોઈન્ટના ઉછાળા સાથે 80248 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 124 પોઈન્ટના ઉછાળા સાથે 24428 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 30 પોઈન્ટના ઉછાળા સાથે 52395 પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ, નિફટીમાં આજે ઉછાળો આવ્યા સાથે ફંડો, રિટેલ ઈન્વેસ્ટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદી કરતાં માર્કેટબ્રેડથ વધુ પોઝિટીવ બની હતી. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી ચાલુ રાખી હતી. કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી ચાલુ રહી હતી. ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ અને આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. દેશનો જીડીપી ચાલુ નાણાકીય વર્ષના જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં મેન્યુફેકચરિંગ અને માઇનિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શન અને નબળી માંગને કારણે ઘટીને 5.4% થઇ ગયો છે જે છેલ્લા બે વર્ષનું નિમ્ન સ્તર છે.આ સમયે અર્થતંત્ર બે વર્ષ માટે તળિયે વિકાસ પામ્યું હોવાના આંકડા આવતા હવે રિઝર્વ બેંક ઉપર વ્યાજનો દર ઘટાડવા દબાણ વધશે.ઉલ્લેખનીય છે કે 2023 – 24 માં જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં જીડીપી 8.1% રહ્યો છે. જ્યારે 2024 -25 માં એપ્રિલ-જૂન કવાર્ટરમાં જીડીપી 6.7% રહ્યો હતો.આ દરમિયાન સરકારે જારી કરેલા આંકડા અનુસાર કેન્દ્રની નાણાકીય ખાધ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં સમગ્ર વર્ષના કુલ લક્ષ્યાંકના 46.5% થઇ ગઇ છે. ઓક્ટોબર, 2024માં આઠ કોર સેક્ટરનો વિકાસ ઘટીને 3.1% થઇ ગયો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ આઠ કોર સેક્ટરનો વિકાસ 12.7%હતો. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટીસીએસ,એચડીએફસી એએમસી,ટોરેન્ટ ફાર્મા,એસીસી,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,લ્યુપીન,ઓબેરોઈ રીયાલીટી,મુથૂટ ફાઈનાન્સ,એચડીએફસી બેન્ક,ટાટા કોમ્યુનિકેશન,ગ્લેનમાર્ક ફાર્મા,ટેક મહિન્દ્રા,એચસીએલ ટેકનોલોજી,ઈન્ફોસીસ,સન ફાર્મા,બાટા ઇન્ડિયા,રિલાયન્સ,અદાણી પોર્ટસ,ટાટા કેમિકલ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં લાર્સેન,હિન્દુસ્તાન યુનીલીવર,કોટક મહિન્દ્રા બેન્ક,ઇપ્કા લેબ,સિપ્લા,ઓરબિંદો ફાર્મા,ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4237 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1550 અને વધનારની સંખ્યા 2508 રહી હતી, 179 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 244 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 509 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24428 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24303 પોઇન્ટના પ્રથમ અને 24180 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24474 પોઇન્ટથી 24530 પોઇન્ટ, 24606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24180 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52395 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52008 પોઇન્ટના પ્રથમ અને 51880 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52474 પોઇન્ટથી 52570 પોઇન્ટ,52606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51880 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ગોદરેજ પ્રોપર્ટીઝ ( 2920 ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2870 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2833 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2963 થી રૂ.2970 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2993 ઉપર તેજી તરફી ધ્યાન…!!
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1318 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1288 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1270 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1333 થી રૂ.1340 ભાવ નોંધાવે તેવી સંભાવના છે. એચડીએફસી બેન્ક ( 1816 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.1844 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1797 થી રૂ.1780 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1850 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. સન ફાર્મા ( 1813 ):- રૂ.1838 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1844 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1797 થી રૂ.1780 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1850 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, વૈશ્વિક મોરચે ઈઝરાયેલ-લેબનોન વચ્ચે યુદ્વ વિરામ બાદ હિઝબુલ્લાહ યુદ્વ વિરામનો ભંગ કરી રહ્યાના અને ફરી યુદ્વની શકયતાના સંકેત સાથે યુક્રેન પર રશીયાના મહા મિસાઈલ હુમલાના પરિણામે જીઓપોલિટીકલ ટેન્શન વધવાનું જોખમ ઊભું થયું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે થઈ રહેલા આ વૈશ્વિક ડેવલપમેન્ટ કેવો વળાંક લેશે એ કળવું હાલ મુશ્કેલ હોવાથી સાવચેત તેજીના મોટા વેપારમાં સાવચેત રહેવું આવશ્યક છે.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) દ્વારા ભારતીય શેર બજારોમાં વેચવાલમાંથી ખરીદદાર બન્યા સાથે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં નિફટી બેઝડ મચાવેલા તોફાન બાદ સપ્તાહના અંતે શેરોમાં સાર્વત્રિક તેજીના મંડાણ થતાં જોવાયા છે. અલબત એફપીઆઈઝ સપ્તાહના અંતે કેશ સેગ્મેન્ટમાં ફરી વેચવાલ બન્યા સામે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ખરીદી કરીને સ્મોલ, મિડ કેપ શેરોમાં નવા પ્રાણ પૂર્યા છે. પરંતુ અત્યારે બજાર પૂર્ણપણે ફરી તેજીની પટરી પર આવી ગયું હોવાનો વિશ્વાસ મૂકવો વહેલો ગણાશે. જીડીપી વૃદ્વિના આંક બે વર્ષના તળીયે આવતાં અને હજુ જીઓપોલિટીકલ ટેન્શન પૂર્ણપણે હળવું નહીં થયું હોવાથી નિફટી બેઝડ વંટોળ હજુ ડિસેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી ચાલુ રહેવાની સંભાવનાને જોતાં બજાર હજુ વોલેટાઈલ રહેવાની શકયતા છે. સપ્તાહના અંતે જોવાયેલી તેજીને અત્યારે તો પુલબેક રેલી જ ગણી શકાય. અત્યારે પુલ બેક રેલી સાથે શેરોમાં ડિફેન્સિવ રહી સિલેક્ટિવ રહેવું. નવેમ્બરમાં કડાકા બાદ હવે ડિસેમ્બરનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.