બંગાળની ખાડીમાંથી સર્જાયલું ફેંગલ વાવાઝોડાને કારણે તમિલનાડુમાં 12 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી સ્ટાલિને સોમવારે વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં આ વાત જણાવી હતી. તેમણે લખ્યું- અમારા પુરતા પ્રયાસો કરવા છતાં બધું ખતમ થઈ ગયું. મુખ્યમંત્રીએ કહ્યું- વાવાઝોડાથી 69 લાખ પરિવારોના 1.5 કરોડ લોકો અસરગ્રસ્ત થયા છે. વિલ્લુપુરમ, તિરુવન્નામલાઈ અને કલ્લાકુરિચીમાં એક જ દિવસમાં મોસમનો (50 સે.મી.થી વધુ) વરસાદ પડ્યો, જેના કારણે પૂર આવ્યું. 2,416 ઝૂંપડીઓ, 721 ઘરો, 963 પશુઓ મૃત્યુ પામ્યા, 2 લાખ હેક્ટર જમીનને નુકશાન થયું, 9,000 કિલોમીટરના રસ્તાઓ, 1,936 શાળાઓનો વિનાશ થયો. કામચલાઉ ધોરણે બધું ઠીક કરવા માટે 2,475 કરોડ રૂપિયાની જરૂર પડશે. NDRF ફંડ દ્વારા 2 હજાર કરોડ રૂપિયાની તાત્કાલિક મદદ કરો. ખરેખરમાં, ફેંગલ વાવાઝોડું 30 નવેમ્બરના રોજ સાંજે 7:30 વાગ્યે પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમની વચ્ચેના દરિયાકાંઠે ટકરાયું હતું. નબળું પડયા બાદ વાવાઝોડું 2 ડિસેમ્બરના રોજ કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ પહોંચ્યું હતું. આ રાજ્યોમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. સ્ટાલિનનો પીએમને પત્ર, 3 મુદ્દા તમિલનાડુના તિરુવન્નામલાઈમાં ભૂસ્ખલન, 5ના મોત, 2 ગુમ તમિલનાડુના તિરુવન્નામલાઈમાં એક ટેકરી પર ભૂસ્ખલન થયું હતું. NDRFના જણાવ્યા અનુસાર, લગભગ 40 ટન વજનનો ખડક પહાડ પરથી સરકીને VUC નગરમાં રસ્તા પર આવેલા મકાનો પર પડ્યો, જેના કારણે 2 મકાનો ધરાશાયી થઈ ગયા. કાટમાળ નીચે દબાઈ જવાથી 5 લોકોના મોત થયા છે. 2 લોકો હજુ પણ ગુમ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજકુમાર, મીના, ગૌતમ, ઈનિયા, રામ્યા, વિનોદિની અને મહાના કાટમાળ નીચે દટાઈ જવાની આશંકા છે. આ 5માંથી ક્યા મૃતદેહ મળ્યા છે તે જણાવવામાં આવ્યું નથી. એનડીઆરએફ હાઇડ્રોલિક લિફ્ટ વડે ખડકને હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પુડુચેરીમાં વરસાદનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
ચક્રવાત ફેંગલ 1 ડિસેમ્બરે દરિયાકાંઠે ટકરાયા પછી નબળું પડ્યું હતું, પરંતુ તેની અસરને કારણે, મૂશળધાર વરસાદના પરિણામે પુડુચેરીમાં 24 કલાકમાં 49 સેમી વરસાદ થયો હતો. આ 20 વર્ષમાં સૌથી વધુ વરસાદ છે. શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સેનાને પણ બોલાવવામાં આવી હતી. સેનાએ 200 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. એક હજાર લોકોને રાહત શિબિરોમાં પણ ખસેડવામાં આવ્યા છે. સાઉદી અરેબિયાએ વાવાઝોડાને ‘ફેંગલ’ નામ આપ્યું
આ વાવાઝોડાનું નામ ‘ફેંગલ’ સાઉદી અરેબિયા દ્વારા આપવામાં આવ્યું છે. તે એક અરબી શબ્દ છે, જે ભાષાકીય પરંપરા અને સાંસ્કૃતિક ઓળખનું મિશ્રણ છે. આ શબ્દ વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન (UNESCAP) ના નામકરણ પેનલમાં પ્રાદેશિક ભિન્નતા દર્શાવે છે. વાવાઝોડાનું નામ પસંદ કરતી વખતે એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે નામો ઉચ્ચારવામાં સરળ, યાદ રાખવામાં સરળ અને સાંસ્કૃતિક રીતે ન્યાયી છે. તે ધ્યાનમાં રાખવામાં આવે છે કે નામ એવા હોવા જોઈએ કે તે વિવિધ પ્રદેશો અને ભાષાઓ વચ્ચે કોઈ વિવાદ ન સર્જે કે કોઈનું અપમાન ન થાય.