back to top
Homeગુજરાતપતંગની કાતિલ દોરીએ યુવકનો ભોગ લીધો:કીમ ગામે ગત મોડી સાંજે કપલ બાઈક...

પતંગની કાતિલ દોરીએ યુવકનો ભોગ લીધો:કીમ ગામે ગત મોડી સાંજે કપલ બાઈક પર જતું હતું ને દોરીથી પતિનું ગળું કપાયું, સુરત સિવિલમાં પહોંચે એ પહેલાં જ દમ તોડ્યો

હજુ તો ઉતરાયણ પર્વને દોઢ મહિના જેટલો સમય બાકી છે એવામાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાઈ જતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. કીમ રેલવે ઓવરબ્રીજ પર આ ઘટના બની હતી કે જ્યાં એક બાઈક પર પતિ-પત્ની ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન પતંગની દોરીથી પતિને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું. પતંગનો દોરો ગળાના ભાગે વાગતા ગંભીર ઈજાઓ પહોંચી
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના શારદાગામ ખાતે રહેતા શૈલેષ છીડીયાભાઈ વસાવા [ઉ.૪૦] પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ તેઓ પત્ની સાથે બાઈક પર સાયણથી પોતાના ઘરે આવી રહ્યા હતા અને તેઓ કીમથી કીમ ચોકડી તરફ જતા કીમ રેલવે ઓવરબ્રીજ પરથી પસાર થતા હતા. ત્યારે પતંગનો દોરો અચાનક શૈલેષભાઈના ગળાના ભાગે વાગી આવી જતા તેઓને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ મોત
ગળાના ભાગે ગંભીર ઈજા થતા શૈલેષભાઈનું ગળું કપાઈ ગયું હતું. તેઓને સૌ પ્રથમ કીમ સ્થિત સાધના કુટીર હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું હતું. શૈલેષભાઈના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. ગળું કવર થઇ જાય એવી મોટી ઈજા થઇ
સાધના કુટીર હોસ્પિટલના ડોકટર શૈલેષ રાઠોડએ જણાવ્યું હતું કે, કીમ ઓવરબ્રીજ પર દંપતી બાઈક પર પસાર થતું હતું. ત્યારે દોર વડે ગળું કપાઈ ગયું હતું. તેઓ ગંભીર હાલતમાં હતા. જેથી પ્રાથમિક સારવાર આપીને અમારી જ એમ્બ્યુલન્સમાં વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. તેઓનું ગળું કવર થઇ જાય એવી મોટી ઈજા થઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments