અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ઝડપી ગતિએ વધી રહ્યું છે અને પ્રમોશન પણ ફૂલ જોશમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં, ‘પુષ્પા 2’ ની ટીમે હૈદરાબાદમાં એક પ્રમોશનલ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. જ્યાં ડિરેક્ટર સુકુમારે ફિલ્મના સ્ટાર અલ્લુ અર્જુનની પ્રશંસકોની સામે પ્રશંસા કરી, જેને સાંભળીને એક્ટર ભાવુક થઈ ગયો. ડિરેક્ટરે અલ્લુ અર્જુનના કર્યા વખાણ
‘પુષ્પા 2’ના ડિરેક્ટર સુકુમાર પણ હૈદરાબાદની પ્રમોશન ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. મુંબઈ ઈવેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે સુકુમાર હજી પણ ફિલ્મને ફિનિશિંગ ટચ આપવામાં વ્યસ્ત છે અને તેથી જ તે હાજર નહોતા. ઇવેન્ટમાં પહોંચેલા સુકુમારે કહ્યું કે ‘પુષ્પા’ ફ્રેન્ચાઇઝીના ઉદયમાં અલ્લુ અર્જુનની મહેનત અને સમર્પણની મોટી ભૂમિકા હતી કારણ કે તેની પાસે તો આખી સ્ટોરી પણ તૈયાર નહોતી. વાઈરલ થયેલા એક વીડિયોમાં સુકુમાર કહી રહ્યા છે, ‘પુષ્પા 1 અને ‘પુષ્પા 2’ બની શકે છે કારણ કે હું ‘બન્ની’ (અલ્લુ અર્જુનનું હુલામણું નામ)ને ખૂબ પ્રેમ કરું છું. આમારું બોન્ડિંગ એનર્જી એક્સચેન્જ જેવું છે. પુષ્પાએ એક નવો બેંચમાર્ક સેટ કર્યો- સુકુમાર
વધુમાં કહ્યું કે, ખૂબ જ નાની એક્ટિંગ માટે પણ, બન્ની અદ્ભુત પ્રયાસો કરે છે – પછી તે આંખનો ઝબકારો હોય અથવા અવાજને એકદમ જ મોડ્યુલેટ કરવાનો હોય. આ પ્રકારની સ્કિલ કોઈપણ ફિલ્મ મેકરને પ્રેરણા આપે છે. જ્યારે અલ્લુ અર્જુને ‘પુષ્પા’ પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેની પાસે સ્ટોરી પણ તૈયાર નહોતી. તેણે કહ્યું, મેં તેને માત્ર બે સીન સંભળાવ્યા. પરંતુ ‘બન્ની’ની ઉર્જા મને બનાવવા માટે પ્રેરિત કર્યો. પુષ્પાએ એક નવો બેંચમાર્ક સેટ કર્યો અને તેમાં સામેલ તમામ લોકોએ તે લેવલે પર આવવું પડ્યું. ડિરેક્ટરે અલ્લુ અર્જુનની માફી માગી
અલ્લુ અર્જુનની પ્રશંસા કરતી વખતે, સુકુમારે તેની માફી પણ માગી કે તેણે આ ફિલ્મ બનાવવા માટે તેની કારકિર્દીના 3 વર્ષ લીધા. સુકુમારે મજાકમાં કહ્યું, હું તેને ‘પુષ્પા 3’ માટે હવે હમણાં હેરાન નહીં કરી શકું. હૈદરાબાદમાં ‘પુષ્પા 2’ના ભવ્ય કાર્યક્રમમાં રશ્મિકા મંદન્ના, ફિલ્મમાં ડાન્સ નંબર કરી રહેલી શ્રીલીલા અને તેલુગુ સિનેમાના આઇકોનમાંથી એક, RRR ડિરેક્ટર એસ.એસ. રાજામૌલી પણ જોવા મળ્યા હતા. અલ્લુ અર્જુને ઈવેન્ટમાં ‘પુષ્પા 2’ના કો-સ્ટાર ફહાદ ફાઝીલની પ્રશંસા કરી અને કહ્યું કે તેનું કામ લોકોને દિવાના બનાવશે.. મેકર્સ 2022માં ‘પુષ્પા 2’ રિલીઝ કરવાના હતા અલ્લુ અર્જુને વર્ષ 2019માં ‘પુષ્પાઃ ધ રાઇઝ’ (પ્રથમ ભાગ)નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ સમયે દિગ્દર્શક સુકુમારે જાહેરાત કરી હતી કે તેઓ આ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરશે. તે પહેલો ભાગ 2021માં અને બીજો ભાગ 2022માં રિલીઝ કરવા માગતા હતા. જોકે આવું થઈ શક્યું નહીં. હવે 2 વર્ષની લાંબી રાહ બાદ, ફિલ્મ ‘પુષ્પા 2’ 5 ડિસેમ્બરે રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ અગાઉ 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. જો અહેવાલોનું માનીએ તો અલ્લુ અર્જુન અને દિગ્દર્શક સુકુમાર વચ્ચે સર્જનાત્મક મતભેદોને કારણે શૂટિંગ અટકાવવું પડ્યું હતું. શૂટિંગ પૂર્ણ ન થઈ શકવાને કારણે ફિલ્મ મોકૂફ રાખવામાં આવી હતી.