ટૅક્ દિગ્ગઝકંપની એપલ, મેટા, ઓપનએઆઇના સીઈઓ આખો દિવસ ઊર્જાથી ભરેલા દેખાતા હોય છે. તેઓ પોતાની શાનદાર પ્રોડક્ટિવિટી માટે ઓળખાય છે… તેનું કારણ વહેલાં ઊઠવું અને સવારની દિનચર્યા. એ બધા ટૅક્ ટાઇટન સવારનો કીમતી સમય અખબાર વાંચવામાં, સમાચારો જોવામાં, ધ્યાન કરવામાં અને વર્કઆઉટને સમર્પિત કરે છે. મીટિંગ્સ, સોશિયલ મીડિયા બ્રાઉઝિંગ અને ઈ-મેલ ચેક કરવાનો ક્રમ એ પચી શરૂ થાય છે. આ રુટીન તેમને સતત વ્યસ્ત દિવસોમાં પણ ફોકસ્ડ અને શાંત રાખવામાં મદદ કરે છે. કેટલાક સીઈઓની સવાર કેમ ખાસ હોય છે, એ જાણો…