ભારત વાયુ ગુણવત્તાની વધતી સમસ્યા સામે તેના સંઘર્ષમાં મહત્ત્વપૂર્ણ તબક્કામાં છે. વાયુ પ્રદૂષણ રોજ 5 વર્ષથી ઓછી ઉંમરના 464 બાળકોનો ભોગ લે છે. તે સાઈલન્ટ કિલર છે, જે તમાકુ અને ડાયાબીટીસથી થતાં મૃત્યુ કરતાં પણ વધુ ભોગ લે છે, જેથી 2047 સુધી વિકસિત અર્થવ્યવસ્થા બનવાની ભારતની આકાંક્ષાને પાટા પરથી ઉતારી લેવાની ખતરો ધરાવે છે. તેવો નિર્દેશ બાકુ અઝરબૈજાનમાં કોપ29નો આરંભ થયો તેમાં દર્શાવાયું હતું. આ કટોકટી માટે મુખ્ય કારણ વાહન દ્વારા પેદા થતું ઉત્સર્જન છે. દુનિયા સક્ષમ મોબિલિટી તરફ આગળ વધી રહી છે ત્યારે ઈલેક્ટ્રિક વેહિકલ્સ (ઈવી) મહત્ત્વપૂર્ણ સમાધાન તરીકે ઊભરી આવ્યો છે. નોર્વે, ચીન, જર્મની જેવા દેશોએ ઈવી અપનાવી લીધું છે અને આપણા પાડોશી નેપાળે પણ મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે. ભારતમાં પણ ઈવી મૂલ્ય સતર્ક ખરીદદારો દ્વારા ઝડપથી અપનાવવામાં આવી રહી છે. ગુજરાતની ક્ષિતિજ ઝડપથી બદલાઈ રહી છે. ઈવી ચાર્જિંગ સ્ટેશનો હવે સામાન્ય બની ગયાં છે, જે ઉચ્ચ માગણી અને સરકાર દ્વારા મજબૂત ટેકાને આભારી છે. 2023માં ઈવીનું રાજ્યમાં વેચાણ ગત વર્ષની તુલનામાં 28 ટકાથી વધ્યું હતું, જેમાં 88,619 વાહનો વેચાયાં હતાં, જે 2021થી અધધધ 714 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 2021ની ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રિક વેહિકલ નીતિએ આ પરિવર્તનનો પાયો રચ્યો છે, જેમાં રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાંથી પાંચ વર્ષની મુક્તિ જેવાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. જાહેર ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો એપ્રિલ 2023માં 200 સ્ટેશન પરથી હવે 600 સ્ટેશન સુધી પહોંચી ગયાં છે, જેને લઈ ટિયર-2 શહેરો અને મુખ્ય હાઈવે પર પણ ઈવી માલિકો માટે રિચાર્જિંગ વધુ પહોંચક્ષમ છે. મુખ્ય ઉદ્યોગની ખેલાડીઓ અદાણી ગ્રુપ અને ટાટા પાવર ઈકોસિસ્ટમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે વિવિધ સર્વેમાં એવું બહાર આવ્યું છે કે આ ઝડપી પરિવર્તન હકારાત્મક પર્યાવરણીય પ્રભાવ પાડશે, માલિકી ખર્ચ ઓછો કરશે, ડ્રાઈવિંગ અનુભવ વધુ મજેદાર બનાવશે અને શાંતિપૂર્ણ રાઈડ્સનો આરામ મળશે. ગુજરાતમાં ઈવી માલિકો પાસેથી ફીડબેક આ લાભો પર ભાર આપે છે. નિસર્ગ ઠાકુરે જણાવ્યું કે ઈવી ડ્રાઈવ કરવાનું શાંતિપૂર્ણ અને સહજ અનુભવ છે. સ્વચ્છ હવામાં આપણે યોગદાન આપતા હોઈએ તેવું મહેસૂસ કરાવે છે. રાજકોટના ગારમેન્ટના વેપારી રમેશભાઈ ઠાકોરે જણાવ્યું કે, ઘરે ચાર્જિંગની સુવિધાનો લાભ લઈને ઈંધણ ખર્ચમાં નોંધપાત્ર બચત થઇ છે. ચાર્જિંગ માટે સૌર ઉર્જાનો ઊપયોગ કરતા 33 ટકા લોકો
ઉપરાંત ગુજરાતમાં લગભગ 33 ટકા ઈવી માલિકો ઘરે ચાર્જિંગ માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરી રહ્યા છે, જે તેમનો ઊર્જા ઉપભોગ પર્યાવરણ અનુકૂળ રહે તેની ખાતરી રાખે છે. ગુજરાત હાલમાં ભારતમાં સર્વ નિવાસી રૂફટોપ સોલાર ક્ષમતાના લગભગ બેતૃતીયાંશ ધરાવે છે. ટાટા પાવર અને રિલાયન્સ જિયો બીપી જેવી કંપનીઓ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં યોગદાન આપી રહ્યા છે, જે ઈવી ગ્રાહકો માટે સ્માર્ટ પસંદગી હોવાની વાતને સમર્થન આપે છે.