ચારેયબાજુ બૂમાબૂમ અને હિંસક ટોળું. વીડિયો શરૂ થતા જ કંઈક એવું જોવા મળે છે જેને જોઈને તમને ગુસ્સો આવશે. એક વ્યક્તિ કોઈના ખભા ઉપર ચડે છે અને સામે રાખેલી માતાજીની મૂર્તિ તોડવાના પ્રયત્ન કરે છે. સફેદ કપડાં પહેરેલો એક માણસ તેની મદદ કરવા આવે છે પણ તે નિષ્ફળ જાય છે. થોડીવાર પછી ત્રીજી એક વ્યક્તિ ઉપર ચડે છે અને બંને જણ મહામહેનતે મૂર્તિમાંથી માથું અલગ કરી નાખે છે અને જોરજોરથી બૂમાબૂમ થવા લાગે છે. આ દૃશ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોના છે. પહેલી નજરે જોતા તમને પણ લાગશે કે આ માતાજીની મૂર્તિ છે અને કેટલાક ઉશ્કેરાયેલા લોકો તોડી રહ્યા છે. ટ્વિટર પર આ વીડિયો છેલ્લા બે દિવસથી વાઇરલ છે. આ વીડિયો શેર કરીને લોકો દાવો કરી રહ્યા છે.. સોશિયલ મીડિયા પર ઘણા વેરિફાઈડ અને નોન વેરિફાઈડ યુઝરે આ વીડિયો શેર કર્યો છે. જિતેન્દ્ર પ્રતાપ સિંહ નામના યુઝરે લખ્યું- બાંગ્લાદેશમાં મુસ્લિમોએ કાલીબારી એટલે કે કાલી મંદિર પર હુમલો કર્યો અને માતા કાલી અને તમામ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓનો નાશ કર્યો. અને મંદિરની અંદર હાજર હિન્દુ શ્રદ્ધાળુઓને માર મારવામાં આવ્યો હતો. (ટ્વિટની લિંક) આ ટ્વિટ પર 9 લાખથી વધુ વ્યૂ છે જ્યારે 9 હજારથી વધુ લોકોએ તેને રિટ્વિટ કરી છે. જિતેન્દ્રને 90 હજારથી વધુ લોકો ફોલો કરે છે. સુજીત સ્વામી નામના એક વેરિફાઈડ યુઝરે લખ્યું- #બાંગ્લાદેશમાં મંદિરમાં કાલી માતાની મૂર્તિ તોડી રહેલા મુસ્લિમ આતંકવાદીઓ. એ જ રીતે મુઘલોએ આપણા મંદિરો તોડી નાખ્યા હતા અને આજે ત્યાં મસ્જિદ બનાવવામાં આવી છે. બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે ભારતમાં મુઘલ કાળમાં થઈ ચૂક્યું છે. ટ્વિટની લિંક અન્ય ઘણા યુઝરે આ પ્રકારની ટ્વિટ કરી છે, જેના સ્ક્રીનશોટ તમે જોઈ શકો છે… વાઇરલ વીડિયોનું સત્ય શું છે….
આ વાઇરલ વીડિયોનું સત્ય જાણવા અમે ગૂગલ પર રિવર્સ કિવર્ડ સર્ચ કર્યા. અમને ફેક્ટ ચેકર અને ઓલ્ટ ન્યૂઝના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબેરનું ટ્વિટ મળ્યું. તેમના અનુસાર આ વીડિયો બાંગ્લાદેશનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાનો છે. આ કાલી માતા નિરંજનનો એક ધાર્મિક સમારોહ છે અને વીડિયોમાં દેખાઈ રહેલા લોકો મુસ્લિમ નથી પરંતુ હિંદુ છે. ટ્વિટની લિંક ઓલ્ટ ન્યૂઝ પર પણ અમને આ સંબંધિત એક આર્ટિકલ મળ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ એક ધાર્મિક કાર્યક્રમ છે અને દર 12 વર્ષે આવી મૂર્તિ બનાવવામાં આવે છે અને તેને તોડીને તેનું વિસર્જન કરવામાં આવે છે. આ ગામમાં લગભગ 600 વર્ષ પહેલા શરૂ થયેલી આ પરંપરા ગામના લુહાર સમાજના લોકોએ શરૂ કરી હતી, બાદમાં તેની જવાબદારી ગામની મંડળીને સોંપવામાં આવી હતી. આ વર્ષે પરંપરા મુજબ 12 વર્ષ પૂર્ણ થતાં મૂર્તિનું વિસર્જન કરવાનો વારો છે. ફરીથી નવી મૂર્તિ બનાવવામાં આવશે. આટલી મોટી પ્રતિમાને તળાવમાં લઈ જવાતી નથી. સંપૂર્ણ વાંચવા ક્લિક કરો.. અમને ટ્વિટર પર બીજું એક એકાઉન્ટ મળ્યું છે, તેમાં પણ આ દાવાને ભ્રામક ગણાવવામાં આવ્યો છે. D-Intent Data નામના એકાઉન્ટે લખ્યું કે બાંગ્લાદેશના નામે વાઇરલ થયેલો વીડિયો ભ્રામક છે. આ પશ્ચિમ બંગાળનો વીડિયો છે, જ્યાં “કાલી માતા નિરંજન”ની ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું. તે દર 12 વર્ષે થાય છે. સૌથી અગત્યની વાત એ છે કે આ પૂજામાં દરેક જણ ભાગ લે છે, પછી ભલે તે હિંદુ હોય કે મુસ્લિમ. ટ્વિટની લિંક સ્પષ્ટ છે કે બાંગ્લાદેશમાં હિંદુ દેવી-દેવતાની મૂર્તિ નષ્ટ કરીને ભક્તોને માર મારવાના દાવા સાથે જે વીડિયો વાઇરલ થયો છે, તે દાવો સંપૂર્ણપણે ખોટો છે. વીડિયો પશ્ચિમ બંગાળનો છે અને ધાર્મિક કાર્યક્રમનો છે. નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @fakenewsexpose@dbcorp.in અને WhatsApp- 9201776050 કરો.