મંગળવારે સવારે લખનઉ એરપોર્ટ પર એક કુરિયર બોક્સમાંથી એક મહિનાના નવજાતનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણકારી કાર્ગોના સામાનની સ્કેનિંગ દરમિયાન મળી. મૃતદેહ પ્લાસ્ટિકના ડબ્બામાં પેક હતો. અંદર લિક્વિડ ભરેલું હતું. પોલીસના જણાવ્યા અનુસાર પાર્સલ નવી મુંબઈ મોકલવામાં આવી રહ્યું હતું. આ પાર્સલ ચંદન યાદવે હઝરતગંજ સ્થિત ઈન્દિરા IVF હોસ્પિટલમાંથી બુક કરાવ્યું હતું. નવજાતનો મૃતદેહ કેમ કુરીયર કરવામાં આવ્યો તેનું કારણ પોલીસ હજુ સુધી શોધી શકી નથી. કુરિયર એજન્ટ શિવ બરનને CISF દ્વારા પકડીને પોલીસને સોંપવામાં આવ્યો છે. તેની પૂછપરછ ચાલુ છે. ઈન્ડિગોની ફ્લાઈટ 6E 2238 દ્વારા આ પાર્સલ લખનૌથી મુંબઈ મોકલવામાં આવી રહ્યું હતું. સ્કેનિંગ દરમિયાન મૃતદેહ મળી આવ્યો દરરોજ લખનઉ એરપોર્ટનો સ્ટાફ કાર્ગો માટે બુક કરાયેલા સામાનને સ્કેન કરે છે. આ દરમિયાન એક ખાનગી કંપનીનો કુરિયર એજન્ટ માલ બુક કરાવવા આવ્યો હતો. કાર્ગો સ્ટાફ અંકિત કુમારે તેનો સામાન સ્કેન કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી કાર્ગો સ્ટાફે પેકેટ ખોલીને જોયું તો બાળકની લાશ પ્લાસ્ટિકના બોક્સની અંદર હતી. કાર્ગો સ્ટાફે CISF અને પોલીસને જાણ કરી હતી. પાર્સલ ઇન્દિરા IVF હજરતગંજથી નવી મુંબઈ જઈ રહ્યું હતું પાર્સલ લખનઉના હજરતગંજ સ્થિત ઇન્દિરા IVF હોસ્પિટલથી ચંદન યાદવે બુક કરાવ્યું હતું. જેને નવી મુંબઈના રૂપા સોલિટાયર પ્રીમિસેસ, સીઓ, ઓપી, એસઓસી, લિમિટેડ, સેક્ટર-1 બિલ્ડિંગ નંબર-1, મિલેનિયમ બિઝનેસ પાર્કના એડ્રેસ પર મોકલવામાં આવી રહ્યું હતું. એરપોર્ટ આઉટપોસ્ટના ઈન્ચાર્જે કહ્યું કે કોઈએ મૃતદેહને ટેસ્ટ માટે મુંબઈ મોકલ્યો છે, એવી માહિતી સામે આવી રહી છે. જો કે, કુરિયર એજન્ટ ફ્લાઇટ દ્વારા મૃતદેહને લઈ જવા સંબંધિત કોઈ દસ્તાવેજો બતાવી શક્યો ન હતો.