એક્ટર વિક્રાંત મેસીએ તેના ફેન્સને જોરદાર ઝટકો આપ્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા, એક્ટરે જાહેરાત કરી કે તે એક્ટિંગની દુનિયાથી દૂર જઈ રહ્યો છે. એક્ટરે લખ્યું કે ઘરે પરત ફરવાનો સમય આવી ગયો છે. તેની બે ફિલ્મો 2025માં રિલીઝ થશે, જે તેની છેલ્લી ફિલ્મો પણ હશે. જ્યારથી આ પોસ્ટ સામે આવી છે ત્યારથી ફેન્સનું દિલ તૂટી ગયું છે. યુઝર્સ માટે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે વિક્રાંતે અચાનક જ ઈન્ડસ્ટ્રી છોડવાનો પ્લાન કેમ બનાવ્યો? વિક્રાંત મેસીના મનમાં એક ડર છે!
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, વિક્રાંત મેસીના આ નિર્ણય પર તેની સાથે કામ કરી ચૂકેલા એક ડિરેક્ટરે કહ્યું- વિક્રાંત પોતાને ખર્ચવા માગતો નથી. તેની પાસે ફિલ્મો અને OTTની ઘણી ઑફર્સ છે. તેને એક વાતનો ડર છે કે તે પોતાની જાતને વધારે પડતી એક્સપોઝ કરી રહ્યો છે અને લોકો જલ્દીથી તેનાથી કંટાળી જશે. આ ડર તેણે પોતાની વાતચીત દરમિયાન ઘણી વખત વ્યક્ત પણ કર્યો છે. તેથી તે એક બહાદુરીભર્યો નિર્ણય છે કે તે થોડો બ્રેક લેવા માગે છે અને પોતાને થોડો સમય આપવા માગે છે. શું આ બ્રેકનું ‘ડોન 3’ સાથે કનેકશન?
અન્ય ઈનસાઇડરે જણાવ્યું કે વિક્રાંતનો બ્રેક તેના મોટા પ્રોજેક્ટ ‘ડોન 3’ સાથે સંબંધિત હોઈ શકે છે. સમાચાર છે કે વિક્રાંત મેસી ‘ડોન 3’માં રણવીર સિંહની સામે વિલનની ભૂમિકામાં જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં, ઈનસાઇડરે ઈન્ડિયા ટુડેને કહ્યું કે, એક્સેલ એન્ટરટેઇનમેન્ટ હેઠળ બની રહેલી આગામી ‘ડોન’ મૂવીમાં તે નેગેટિવ લીડની ભૂમિકા ભજવે તેવી શક્યતાઓ છે. મને આશ્ચર્ય નહીં થાય કે ભવિષ્યમાં તેણે પોતાને બદલવા માટે આ બ્રેક લીધો અને પછી પોતાને નવા દેખાવ અને શૈલીમાં ફરીથી લોંચ કર્યો. વિક્રાંત હંમેશા એક એવો એક્ટર રહ્યો છે જે વસ્તુઓ સમજી વિચારીને કરે છે. તે એવા લોકોમાંથી એક નથી કે જે વસ્તુઓ ઉપરછલ્લી રીતે કરે છે. તેથી આ બ્રેક ‘ડોન 3’ સાથે સંબંધિત હોઈ શકે છે. વિક્રાંત રાજકારણમાં જશે?
વિક્રાંત મેસીની પોસ્ટ વાઈરલ થઈ રહી છે. એક્ટિંગ છોડવાના તેના નિર્ણયને રાજકારણ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. આ દિવસોમાં એક્ટર ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં જોવા મળે છે. ગોધરા કાંડ પર આધારિત આ ફિલ્મમાં વિક્રાંતે પત્રકારની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી અમિત શાહ તરફથી પ્રશંસા મળી છે. આવી સ્થિતિમાં વિક્રાંત ફિલ્મોની દુનિયા છોડીને રાજકારણમાં પ્રવેશ કરશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. તેના એક મિત્રે આનો જવાબ આપતા કહ્યું, આ બહુ વિચિત્ર થિયરી છે. લોકો તેની છેલ્લી ફિલ્મ અને પ્રમોશન વિશે ખૂબ જ વિચારી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે રાજકારણમાં જોડાવા જઈ રહ્યો છે. આ બિલકુલ થશે નહીં. હર્ષવર્ધને તેને PR સ્ટંટ ગણાવ્યો હતો
વિક્રાંત મેસીની પોસ્ટ પર એક્ટરે હર્ષવર્ધન રાણેએ પણ પોતાનું રિએક્શન આપ્યું હતું. હર્ષવર્ધન અને વિક્રાંતે ફિલ્મ ‘હસીન દિલરૂબા’માં સાથે કામ કર્યું હતું. એક્ટરની નિવૃત્તિની પોસ્ટ અંગે હર્ષવર્ધને કહ્યું, તે ખૂબ જ સાફ અને સારી રીતે પ્રોસેસ્ડ વ્યક્તિ છે. હું તેના કાર્ય પ્રણાલીનો આદર કરું છું અને ‘હસીન દિલરૂબા’ના શૂટ માટે તેના અભિનય પ્રક્રિયાને હજુ પણ યાદ કરું છું. હું આશા રાખું છું કે તે ફરીથી ફિલ્મો બનાવવાનું શરૂ કરશે, જેમ કે આમિર ખાન સરે આવી જ જાહેરાત કર્યા પછી કરી હતી. આ લોકો મહાન કલાકારો છે અને આપણા દેશની સિનેમાને તેની જરૂર છે. હું પ્રાર્થના કરું છું કે આ માત્ર એક PR સ્ટંટ છે જે કેટલાક દિગ્દર્શક તેને કરાવવા માટે કહી રહ્યા છે. આ છેલ્લી બે ફિલ્મો હશે
અહેવાલો અનુસાર વિક્રાંત હાલમાં બે ફિલ્મો – ‘યાર જિગરી’ અને ‘આંખો કી ગુસ્તાખિયાં’ પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મો વિશે વાત કરતા અભિનેતાએ લખ્યું, ” 2025માં આપણે છેલ્લી વાર મળીશું. છેલ્લી 2 ફિલ્મો અને ઘણાં વર્ષોની યાદો માટે ફરી એકવાર આભાર.’