હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ગોવિંદાની પુત્રી ટીના આહુજા ચર્ચામાં છે. ખરેખર, ટીનાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂ આપ્યો છે. ઈન્ટરવ્યૂમાં ટીનાએ જણાવ્યું કે તે માત્ર બોલિવૂડ કલાકારોના ઈન્ટરવ્યૂ સાંભળે છે. તે ક્યારેય બોલિવૂડ અભિનેત્રીઓના ઈન્ટરવ્યુ સાંભળતી નથી. તેણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું. આ સાથે ટીનાએ તેની લવ લાઈફ વિશે પણ વાત કરી હતી. મને એક્ટર્સ અનફિલ્ટર્ડ લાગે છે-ટીના
ટીનાએ બોલિવૂડ બબલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘મને એક્ટર્સના ઈન્ટરવ્યૂ સાંભળવાની મજા આવે છે. માત્ર એક્ટર્સના જ. અભિનેત્રીઓના નહી. મને ખબર નથી શા માટે? મેં હંમેશા એક્ટર્સના ઈન્ટરવ્યૂ સાંભળ્યા છે અને હું તેમના ઈન્ટરવ્યૂ આવવાની રાહ જોઉં છું. મને લાગે છે કે એક્ટર્સ અનફિલ્ટર હોય છે. લવ લાઈફ પર ટીનાએ શું કહ્યું?
આ પછી ટીનાએ તેની લવ લાઈફ વિશે વાત કરી. ટીનાએ કહ્યું, ‘મને મારી લવ લાઈફને અંગત રાખવી ગમે છે કારણ કે જ્યારે તમે પ્રેમમાં હો ત્યારે તમારી વચ્ચે માત્ર પ્રેમ હોવો જોઈએ. કોઈ પબ્લિસિટી નહીં. અહીં જોવા મળો ત્યાં જોવા મળો એ પ્રેમ નથી. તે ધંધો છે. તમે તેને પેકેજ બનાવીને વેચી રહ્યા છો. જેથી તમને એકસાથે જાહેરાતો મળે. હું આ ક્યારેય નહીં કરું. ટીનાએ આગળ કહ્યું, ‘મેં એકવાર અક્ષય કુમાર જીનો ઈન્ટરવ્યૂ સાંભળ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘કુંડળીમાં 36 ગુણો જોવા મળે કે ન મળે, રિસ્પેક્ટનો એક ગુણ હોવો જરૂરી છે.’ મેં તેમના આ નિવેદનને ધ્યાનમાં રાખ્યું છે. મારા માટે, સંબંધમાં આદર સર્વોચ્ચ છે.