‘જય હો’ અને ‘દબંગ 3’માં સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલા એક્ટર સંતોષ શુક્લા વેબ સિરીઝ ‘ભક્ષણ 1.0’માં બાહુબલી ધારાસભ્યના રોલમાં જોવા મળશે. અભિનેતાએ દૈનિક ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન આ સિરીઝ સંબંધિત માહિતી શેર કરી હતી. ‘ભક્ષણ 1.0’ રાજકીય બેકગ્રાઉન્ડ પર આધારિત સિરીઝ છે. આ સીરિઝ સાથે જોડાયેલી માહિતી શેર કરતા સંતોષ શુક્લાએ કહ્યું- હાલમાં જ રામપુરમાં આ સીરિઝનું શૂટિંગ પૂરું થયું છે. 40 દિવસના શૂટિંગ શિડ્યૂલ સાથે આ પર કામ કરવું એ ખૂબ જ યાદગાર અનુભવ રહ્યો છે. પોતાના રોલ વિશે વાત કરતા સંતોષ શુક્લાએ કહ્યું- આ સિરીઝમાં હું રામપુરના પાવરફુલ ધારાસભ્ય ધૌકલ પ્રતાપ સિંહનો રોલ કરી રહ્યો છું. અનુજ કુમાર રોય દ્વારા નિર્દેશિત આ 6 એપિસોડની સિરીઝ છે. ટૂંક સમયમાં જ આ સિરીઝ મોટા OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. અનિલ રસ્તોગી, રાજ પ્રેમી, મુશ્તાક ખાન, પીયૂષ મિશ્રા અને સાઉથના અભિનેતા શંકર સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ મજાનો રહ્યો છે. ‘બિગ બોસ સિઝન 6’ નાના પડદાની સિરિયલ ‘કહાની ચંદ્રકાંતા કી’માં કામ કરનાર સંતોષ શુક્લાની કરિયરનો ટર્નિંગ પોઈન્ટ હતો. આ શોના વિજેતા ન હોવા છતાં પણ તેણે સલમાન ખાનનું દિલ જીતી લીધું હતું. આ કારણે તેને ‘જય હો’માં કામ કરવાની તક મળી. ‘જય હો’ પછી સલમાન ખાને ‘દબંગ 3’માં સંતોષ શુક્લાને પણ તક આપી હતી.