થરાદથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની 2,000 કિમીની સાઈકલ યાત્રાએ નીકળેલો યુવાન પાટડી શક્તિમાતાએ પહોંચ્યો છે. એણે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ યાત્રા કરવાનો મુખ્ય હેતુ આપણી બધી ઐતહાસિક જગ્યા, તીર્થ સ્થાનો, ફરવાલાયક સ્થળો એ બધું યુટ્યુબ ચેનલના માધ્યમથી બહાર લાવવું છે, જેથી આવનારી પેઢીઓ જોઈ શકે. મૂળ થરાદનો સોની રાજકુમાર હિતેષભાઇ ગત તા- 25/11/2024ના રોજ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની 2,000 કિમીની સાઈકલ યાત્રાએ નીકળેલો યુવાન પાટડી શક્તિમાતાએ પહોંચ્યો હતો. પાટડીમાં એણે શક્તિ માતાના મંદિર અને વર્ણીન્દ્રધામ મંદિરની મુલાકાત લઇ પીપળી રામદેવ મંદિર ખાતે જવા માટે નીકળતા પહેલા દિવ્યભાસ્કરને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું કે, આ મારી કુલ 2,000 કિમીની યાત્રામાં હું 150થી વધુ તીર્થ સ્થાનોની મુલાકાત લઇ આગળ વધવાનો છું. હું આ યાત્રા ગિયરવાળી સાઈકલથી કરું છુ. રાજ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યાત્રા કરવાનો મુખ્ય હેતુ આપણી બધી ઐતહાસિક જગ્યા, તીર્થ સ્થાનો, ફરવાલાયક સ્થળો એ બધુ યુટ્યુબ ચેનલના માધ્યમથી બહાર લાવવું છે, જેથી આવનારી પેઢીઓ જોઈ શકે. આ મારી સાઈકલ યાત્રા પુરી કરવામાં મને અંદાજે બે મહિના જેટલો સમય લાગશે. અત્યાર સુધીમાં મેં સાઈકલ યાત્રામાં ભાભર જલારામ ગૌશાળા, શ્રી હરિધામ ગૌશાળા, વરાણા શ્રી ખોડલધામ, ઝીંઝુવાડા રાજબાઇ મંદિર અને પાટડી શક્તિમાતા મંદિર અને વર્ણીન્દ્રધામ મંદિરની મુલાકાત લઇ આજે પીપળી રામદેવપીર મંદિરની મુલાકાત લઇ ત્યાં રાત્રી રોકાણ કરી વહેલી સવારે ત્યાંથી આગળ જવા નીકળીશ. અત્યાર સુધીમાં મેં થરાદથી 200 કિમીની સાઈકલ યાત્રા પૂરી કરીને પાટડી પહોંચ્યો હતો.