ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના શપથ લેવાની સાથે જ લિંક્ડઇનના કો-ફાઉન્ડર રીડ હોફમેન અમેરિકા છોડી શકે છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર હોફમેનને ડર છે કે રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ પોતાના રાજકીય વિરોધીઓને નિશાન બનાવી શકે છે. ખરેખરમાં હોફમેને રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે કમલા હેરિસનું સમર્થન કર્યું હતું. તેમણે કમલાની ડેમોક્રેટિક પાર્ટીને ચૂંટણી પ્રચાર માટે 10 મિલિયન ડોલર (આશરે રૂ. 85 કરોડ)ની મદદ કરી હતી. હોફમેને તો એમ પણ કહ્યું હતું કે જ્યારે ટ્રમ્પની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ટ્રમ્પ મૃત્યુ પામ્યા હોત તેવું તે ઈચ્છતા હતા. ન્યૂયોર્ક મેગેઝીનના લેખક ઇ. જીન કેરોલે 2019માં ટ્રમ્પ સામે માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસમાં પણ હોફમેને કેરોલને ટ્રમ્પ વિરુદ્ધ આર્થિક મદદ કરી હતી. હવે હોફમેનને ડર છે કે રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ તેમની સામે બદલો લઈ શકે છે. ટ્રમ્પ પર 747 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યુરીએ 1996માં ઇ. જીન કેરોલના જાતીય શોષણના કેસમાં ટ્રમ્પને દોષિત ઠેરવ્યા હતા. આ પછી ટ્રમ્પને 5 મિલિયન ડોલર (આજે લગભગ 42 કરોડ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રમ્પે પાછળથી દાવો કર્યો હતો કે કેરોલ જાતીય સતામણી મામલે ખોટું બોલી રહી હતી. તેના પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કેરોલે ટ્રમ્પ સામે માનહાનિનો દાવો કર્યો હતો. આ કેસમાં કોર્ટે ટ્રમ્પને કેરોલને નુકસાની તરીકે 83.3 મિલિયન ડોલર (આજે લગભગ 705 કરોડ રૂપિયા) ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એપસ્ટીન આઈલેન્ડ કેસમાં પણ નામ આવવાનો ડર વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, સ્ટીફને 2014માં એપ્સટીન આઇલેન્ડની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પાછળનું કારણ ક્યારેય જાણી શકાયું નથી. હવે હોફમેનને ડર છે કે ટ્રમ્પ એવા લોકોની યાદી જાહેર કરી શકે છે જેઓ એપ્સટીનના ક્લાયન્ટ હતા. ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક પણ X પર એક પોસ્ટનો જવાબ આપીને આ સાથે સંમત થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે જો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો તેઓ જેફરી એપ્સટીનના દસ્તાવેજો જાહેર કરશે. જેફરી એપસ્ટીન ન્યુયોર્ક અને ફ્લોરિડાના ફાઇનાન્સર હતા જેમની સામે સેક્સ ટ્રાફિકિંગ માટે કેસ ચાલી રહ્યો હતો. જેફરી એપસ્ટીને 2019માં તેની જેલની કોટડીમાં આત્મહત્યા કરી હતી. તેના પર સગીરોના યૌન શોષણના આરોપો પણ હતા. એપ્સટીન હાઈ પ્રોફાઈલ લોકોને તેના ખાનગી ટાપુઓ અને વૈભવી ઘરોમાં આમંત્રિત કરવા માટે જાણીતા હતા. એપ્સટીન સાથે ઘણા પ્રખ્યાત લોકોના નામ જોડાયેલા છે. આ લોકોમાં પ્રિન્સ એન્ડ્ર્યુ, બિલ ક્લિન્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ, સ્ટીફન હોકિંગ, માઈકલ જેક્સન, ડેવિડ કોપરફિલ્ડ, લિયોનાર્ડી ડીકેપ્રિયોના નામ પણ સામેલ છે. જો કે ટ્રમ્પે કહ્યું હતું કે તેમની એપસ્ટીન સાથે કોઈ સંડોવણી નથી. જો કે, તેઓ એકબીજાને ઓળખતા હતા. ટ્રમ્પે કહ્યું કે તેઓ એક સારા સેલ્સમેન અને સારા વ્યક્તિ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોફમેન એકમાત્ર એવા નથી જે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ દેશ છોડવાનું વિચારી રહ્યા છે. આ યાદીમાં દેશના ઘણા અબજોપતિઓ સામેલ છે. આમાંથી એક નામ ઓપન AIના સીઈઓ સેમ ઓલ્ટમેન છે. સેમ અને ઈલોનની ઘણા સમયથી દુશ્મની ચાલી રહી છે. ઈલોન ટ્રમ્પની નજીકના છે, જેના કારણે સેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અમેરિકા સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… ટ્રમ્પે હમાસને આપી ધમકીઃ કહ્યું- 20 જાન્યુઆરી સુધીમાં બંધકોને મુક્ત કરો, નહીં તો તમારે ગંભીર પરિણામો ભોગવવા પડશે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ધમકી આપી છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, તેણે ઇઝરાયલના બંધકોને તાત્કાલિક મુક્ત કરવા કહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે જો 20 જાન્યુઆરી સુધીમાં બંધકોને છોડવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો આવશે. ટ્રમ્પનું નિવેદન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પત્ની સારા સાથે મુલાકાત બાદ સામે આવ્યું છે. સારા રવિવારે ફ્લોરિડામાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ ગોલ્ફ કોર્સમાં ટ્રમ્પને મળ્યા હતા. બંનેએ સાથે ડિનર પણ કર્યું હતું. આ દરમિયાન સારાએ ટ્રમ્પ સાથે ગાઝા યુદ્ધ અને બંધકોની મુક્તિ અંગે વાત કરી હતી.