હૃતિક રોશને સોશિયલ મીડિયા પર ‘ધ રોશન્સ’ નામની સિરીઝની જાહેરાત કરી છે. આ સિરીઝ હિન્દી સિનેમામાં રોશન પરિવારના યોગદાનને દર્શાવે છે. આ એક ડોક્યુમેન્ટ સીરિઝ છે, જેમાં રોશન લાલ નાગરથ, રાજેશ રોશન, રાકેશ રોશન અને હૃતિક રોશનની સફર બતાવવામાં આવી છે. રોશન પરિવાર પર બની ડોક્યુમેન્ટ સિરીઝ
રોશન ફેમિલીની ડોક્યુમેન્ટ-સિરીઝ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ સિરીઝ દ્વારા લોકોને રોશન પરિવાર વિશે જાણવાનો મોકો મળશે. આ સિરીઝ પરિવારના સંઘર્ષ અને સિદ્ધિઓ વિશે જણાવે છે. સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટર શેર કરતી વખતે Netflixએ લખ્યું, ખૂબ જ સરસ લાગી રહ્યું છે કે અમને એવા પરિવારની સફર બતાવવાનો મોકો મળ્યો જેણે મ્યુઝિક, મેજીક અને મૂવીમાં શાનદાર કામ કર્યું છે. આ પારિવારિક વારસો અને પ્રેમ છે. નેટફ્લિક્સ પર ટૂંક સમયમાં ‘ધ રોશન’ જુઓ. હૃતિક રોશને ‘ધ રોશન્સ’ની જાહેરાત કરી
હૃતિક રોશને પણ સોશિયલ મીડિયા પર ડોક્યુમેન્ટ-સિરીઝનું પોસ્ટર શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. જો કે, સિરીઝની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. માનવામાં આવે છે કે આ સીરિઝ હૃતિકના જન્મદિવસે એટલે કે 10મી જાન્યુઆરીએ રિલીઝ થઈ શકે છે. રોશન પરિવાર ઉપરાંત ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોના ઈન્ટરવ્યુ પણ આ સિરીઝમાં જોવા મળશે. શશિ રંજને ડિરેક્શન કર્યું હતું
રોશન્સ સિરીઝનું નિર્દેશન શશિ રંજન દ્વારા કરવામાં આવ્યું છે. રાકેશ રોશને આ સિરીઝના કો-પ્રોડ્યુસર છે. ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો સીરિઝમાં સામેલ
અહેવાલો અનુસાર, શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપરા જોનાસ અને વિકી કૌશલના પિતા શામ કૌશલ પણ આ ડોક્યુમેન્ટ-સિરીઝમાં જોવા મળશે.