back to top
Homeગુજરાતવડોદરામાં પીધેલા ડમ્પરચાલકે અડફેટે લેતા પોલીસકર્મીના પુત્રનું મોત:30 ફૂટ સુધી બાઈક ઢસડતા...

વડોદરામાં પીધેલા ડમ્પરચાલકે અડફેટે લેતા પોલીસકર્મીના પુત્રનું મોત:30 ફૂટ સુધી બાઈક ઢસડતા યુવકના શરીરના અંગો રસ્તા પર વેરવિખેર થયા, મૃતકના પિતા ટ્રાફિક શાખામાં બજાવે છે ફરજ

ગુજરાતમાં નશો કરેલી હાલતમાં વાહન ચલાવી અકસ્માત સર્જવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. અમદાવાદની ઘટનાના બે દિવસ બાદ હવે વડોદરામાં એક ડમ્પર ચાલકે પીધેલી હાલતમાં ડમ્પર ચલાવી અકસ્માત સર્જતા એક યુવકનું મોત નિપજ્યું છે. મૃતક યુવાનના પિતા વડોદરામાં ટ્રાફિક શાખામાં જ ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. બાઈકસવાર યુવકને અડફેટે લીધા બાદ ડમ્પરના ચાલકે 30 ફૂટ સુધી ઢસડતા યુવકના શરીરના અંગો રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. પુત્રના મોત અંગે પોલીસકર્મી પિતાએ ફરિયાદ નોંધાવી
કપુરાઇ પોલીસ મથકમાં ખુલજીભાઇ જગુભાઇ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ શહેર ટ્રાફિક પોલીસ શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના સંતાનમાં નિખીલ અને જયંત, બે પુત્રો છે. મારો પુત્ર જયંત ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. ગતરાત્રે 9 વાગ્યે તેઓ નોકરી પરથી પરત આવ્યા હતા. બાદમાં પરિજનને ત્યાં મરણ પ્રસંગ હોવાના કારણે તેઓ ત્યાં ગયા હતા. દરમિયાન તેમના પત્નીના મોબાઇલ પર ફોન આવ્યો અને જણાવ્યું કે, પુત્ર જયંતનો એસએસવી સ્કુલની પાસે અકસ્માત થયો છે. બાદમાં તેઓ તુરંત ઘટના સ્થળે દોડીને પહોંચ્યા હતા. ત્યાં જઇને જોતા ટોળું એકત્ર થઇ ગયું હતું. અને તેમને પુત્ર જયંત રસ્તા પર ઉંધા મોઢે પડ્યો હતો. તેના શરીરના અંગે બહાર નીકળી ગયા હતા. તેની પાસે એક ડમ્પર ઉભુ હતું. ડમ્પરના આગળના ભાગે બાઇક ફસાયેલું હતું. સ્થાનિકો પાસેથી તેમણે જાણ્યું કે, ડમ્પર ચાલકે અડફેટમાં લેતા બાઇક આગળના ભાગે ફસાયું હતું. છતાં ચાલકે ડમ્પર ઉભુ રાખ્યું નહોતું અને બાઇકને 30 ફુટ દુર ઢસડી હતી. ડમ્પર ચાલક દારૂ પીધેલો હતો. આ ઘટનામાં કાર્તિક મહેન્દ્રભાઇ શર્માને પણ ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેમના પુત્રને એસએસજી હોસ્પિટલમાં લાવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઝેરોક્ષ કરાવી પરત ફરી રહેલા યુવકને અકસ્માત નડ્યો
જે બાદ તેઓ કાર્તિક શર્માને મળવા ખાનગી હોસ્પિટલ પહોચ્યા હતા. જ્યાં જાણ્યું કે, બંને બાઇક પર સોમા તળાવ ખાતે આવેલી ઝેરોક્ષની દુકાનમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે ડમ્પરે ટક્કર મારતા બાઇક સાથે તેઓ નીચે પછડાયા હતા. જયંતની કમરના ભાગેથી ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું હતું. અકસ્માતમાં તેઓ બાઇક પરથી ફંગોળાઇ ગયા હતા. લોકોએ બુમાબુમ કરી છતાં ડમ્પર ચાલકે બાઇકને ઢસડી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઉપરોક્ત મામલે અજાણ્યા ડમ્પર ચાલક સામે કપુરાઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ પીધેલાએ અકસ્માત સર્જતા બે યુવકોના મોત
અમદાવાદમાં બે દિવસ પહેલા નરોડા દહેગામ રોડ પર એક કારના ચાલકે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના જીવ ગયા હતા. કારચાલક એટલી સ્પીડમાં હતો કે, ડિવાઈડરની જગ્યા પર મૂકેલા પથ્થરો કૂદી કાર હવામાં ફંગોળાઈ હતી અને સામેની બાજુએ આવી રહેલા એક્ટિવાને ટક્કર મારતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. સ્થાનિક લોકોએ જ્યારે કારના ચાલકને ઝડપ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો અને લથડિયાં ખાતો હતો. પોલીસે હાલ કારચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. (આ સમાચાર સંપૂર્ણ વાંચો)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments