આરબીઆઇએ બેન્કોમાં વધી રહેલા ફ્રીઝ અને નિષ્ક્રીય ખાતાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. RBIએ બેન્કોને આ પ્રકારના ખાતાની સંખ્યાને ઘટાડવા માટે તાત્કાલિક રીતે પગલાં લેવા માટેનો નિર્દેશ આપ્યો છે. તેમાં ઇનઑપરેટિવ એટલે કે નિષ્ક્રીય બેન્ક ખાતાને ફરીથી ચાલુ કરવાની પ્રક્રિયા તેમાં સામેલ છે. બેન્કોને આવા ખાતાઓના કેવાયસી માટે મોબાઇલ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ, નૉન-હોમ બ્રાંચ, વીડિયો કસ્ટમર આઇડેંટિફિકેશન જેવી પ્રક્રિયા અપનાવવા કહ્યું છે. તે ઉપરાંત આરબીઆઇએ બેન્કોને આવા ખાતામાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારોની વિભિન્ન સ્કીમ મારફતે અવિરતપણે રકમ જમા થતી રહે તે પણ સુનિશ્ચિત કરવા કહ્યું છે. RBIએ બેન્કોને ત્રિમાસિક આધાર પર પોર્ટલ મારફતે ઇનઑપરેટિવ ખાતા પર રિપોર્ટ જારી કરવા કહ્યું છે. એક વિશ્લેષણ અનુસાર, કેટલીક બેન્કોમાં અન્ય તમામ ડિપોઝિટની તુલનાએ દાવો ન કરાયેલી રકમ સૌથી વધુ છે. સરકારી ડેટા અનુસાર, 2023ના અંત સુધી આવા ખાતામાં રૂ.1 લાખ કરોડથી વધુ રકમ ફસાયેલી હતી. તેમાંથી અંદાજે રૂ.42 હજાર કરોડ અનક્લેમ્ડ છે. ડિસેમ્બર 2023માં નાણા મંત્રાલયે સંસદમાં આપેલી માહિતમાં જણાવ્યું હતું કે માર્ચ 2023માં બેન્કોમાં અનક્લેમ્ડ ડિપોઝિટ વાર્ષિક 28% વધીને 42,270 કરોડ સુધી પહોંચી હતી. ભાસ્કર એક્સપ્લેનર: એ બધું જ જે તમારા માટે જાણવું જરૂરી છે