ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને ફાઉન્ડેશનની નવી ડિરેક્ટર બનાવવામાં આવી છે. આ ફાઉન્ડેશન ગરીબ બાળકોના કલ્યાણને લગતું કામ કરે છે. સચિને પોતે સોશિયલ મીડિયા પોસ્ટથી આ માહિતી આપી હતી. આ પહેલા સચિનની પત્ની અંજલિ આ ફાઉન્ડેશનની ડિરેક્ટર હતી. સચિને સોશિયલ મીડિયા પર લખ્યું, મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મારી પુત્રી સારા STFમાં ડિરેક્ટર તરીકે જોડાઈ છે. તેણે યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. ફાઉન્ડેશન 2019માં શરૂ કર્યું
સચિન તેંડુલકર ફાઉન્ડેશનની શરૂઆત સચિન અને તેની પત્ની અંજલિ તેંડુલકરે વર્ષ 2019માં કરી હતી. સારાના ઈન્સ્ટાગ્રામ પર 7.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ
મુંબઈમાં સ્કૂલનો અભ્યાસ પૂરો કરનાર સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 7.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. સારા પહેલાથી જ STFના કામમાં સહકાર આપી રહી છે.