back to top
Homeગુજરાતસૌરાષ્ટ્ર યુનિ.માં કાલથી 3 દિવસ ખેલકૂદ મહોત્સવ:70 કોલેજના 1800 ખેલાડીઓ દોડ, કૂદ,...

સૌરાષ્ટ્ર યુનિ.માં કાલથી 3 દિવસ ખેલકૂદ મહોત્સવ:70 કોલેજના 1800 ખેલાડીઓ દોડ, કૂદ, ફેંકમાં કૌવત બતાવશે; 3 નવી ઇવેન્ટ ઉમેરાઈ, પહેલીવાર ખેલાડીઓ માટે રહેવા-જમવાની સુવિધા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5થી 7 ડિસેમ્બર દરમિયાન 53મો વાર્ષીક ખેલકૂદ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેમાં યુનિવર્સિટી સંલગ્ન 70 કૉલેજના 1800થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવા જઈ રહ્યા છે. દોડ, કૂદ અને ફેંકની અલગ-અલગ ઇવેન્ટ ભાઈઓ અને બહેનો માટે યોજવામાં આવશે. નેશનલ કક્ષાએ યોજાતી ટુર્નામેન્ટની માફક જ આ એથ્લેટિક્સ ઇવેન્ટ યોજવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનથી લઈને ઇવેન્ટ પૂર્ણ થયા બાદ તેજ સ્થળે મેડલ સેરેમની થશે. પ્રેક્ષકો માટેની પણ ગેલેરી રાખવામાં આવશે, જેમાં આ વખતે 3 નવી ઇવેન્ટનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ વર્ષે પ્રથમ વખત સ્પર્ધકો માટે ભોજન અને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી સ્પર્ધકોના પર્ફોમન્સને કોઈ અસર ન થાય. યુનિવર્સિટીને પણ આશા છે કે, આ વખતે એથ્લેટિક્સ ઇવેન્ટમાં અનેક નવા રેકોર્ડ બનશે. ગુરૂવારે સવારે 7 વાગ્યાથી ઇવેન્ટ શરૂ થઈ જશે, જ્યારે ઓપનિંગ સેરેમની સવારે 10 વાગ્યે થશે. જેમાં કાયૅકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયા સહિતનાં ઉપસ્થિત રહેશે. જ્યાં નિવૃત્ત શારીરિક શિક્ષણ અધ્યાપકોનુ સન્માન કરવામાં આવશે. આ વર્ષે ત્રણ નવી ઈવેન્ટનો ઉમેરો કરાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનમાં 5થી 7 ડિસેમ્બર દરમિયાન ખેલકૂદ રમતોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. ભાઈઓ અને બહેનોની 19 ઇવેન્ટ યોજવામાં આવી છે, જેમાં દોડ, કૂદ અને ફેંકની ઇવેન્ટ યોજાશે. આ વર્ષે પ્રથમ વખત ત્રણ નવી ઇવેન્ટ ઉમેરવામાં આવે છે. આ વખતે એમ.પીએડ. ભવન અને શારીરિક શિક્ષણના અધ્યાપકોને સાથે રાખી નેશનલમાં જે રીતે ટુર્નામેન્ટ થાય તે જ રીતે અહીં પણ એથલેટિક્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ કક્ષાની સ્પર્ધા જેવો માહોલ હશે
જેમાં સૌપ્રથમ આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થાય અને સાથે જ ખેલાડીઓની ઇવેન્ટ વાઇઝ વહેંચણી કરવામાં આવે. જે પછી પૂર્ણ થયા બાદ તુરંત તેની મેડલ સરેમની યોજવામાં આવશે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થતા ખેલાડીઓને તે જ સ્થળે અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવશે. નેશનલ કક્ષાની સ્પર્ધામાં જે પ્રકારનું માહોલ હોય તે પ્રકારના માહોલમાં જ એથ્લેટિક્સ ટુર્નામેન્ટ યોજવામાં આવશે, જેથી આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓ અને બાદમાં ખેલો ઇન્ડિયા ઉપરાંત આ વખતે વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટ સુધી પહોંચી શકે તેવા પ્રયત્નો કરવામાં આવશે. આ વર્ષના ખેલકૂદમાં 3 નવી ઈવેન્ટનો ઉમેરો
તેમણે જણાવ્યું હતુ કે, યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 5થી 7 ડિસેમ્બર સુધી યોજનારા ખેલકૂદ મહોત્સવમાં 3 નવી ઇવેન્ટ ઉમેરવામાં આવી છે. ડેકેથ્લોન, હેપ્ટાથ્લોન અને 3000 મીટર ટ્રીપલ ચેસ એટલે કે, 3000 મીટર દોડની ઇવેન્ટ યોજાશે. જેમાં ડેકેથલોનમા 10 ઇવેન્ટ આવે અને એ ઇવેન્ટમાં દોડ, કૂદ અને ફેંક એમ ત્રણ ઇવેન્ટનું મિશ્રણ હોય છે અને ફક્ત ભાઈઓ માટે જ આ ઇવેન્ટ હોય છે. જ્યારે હેપ્ટાથલોન ફક્ત બહેનો માટેની ઇવેન્ટ છે. તેમાં સાત ઇવેન્ટ હોય છે. જ્યારે 3000 મીટર ટ્રીપલ ચેસ માત્ર ભાઇઓ માટેની ઇવેન્ટ થશે. જયારે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી એટલે એક સ્પર્ધા આગામી તારીખ 26થી 30 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરની કલિંગા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સ ખાતે રમાવાની છે, તે પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી કક્ષાની એથ્લેટિક સ્પર્ધા યોજાશે. યુનિ.ની સ્પોટ્સ હોસ્ટેલમાં ખેલાડીઓની રહેવાની વ્યવસ્થા
એથ્લેટિક્સ ટુર્નામેન્ટમાં ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 70 જેટલી કોલેજમાંથી 1800 ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં આ વખતે પ્રથમ વખત સ્પર્ધામાં ભાગ લેતા સ્પર્ધકો માટે ભોજન અને રહેવાની સુવિધા રાખવામાં આવશે. જેમાં ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સ્પોટ્સ હોસ્ટેલમાં ઉતારો આપવામાં આવશે અને ભોજન પણ ત્યાં જ હશે, જેથી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે. આ ખેલાડીઓ સારું પર્ફોર્મન્સ આપી શકે તેવા પ્રયત્નો યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. કમલસિંહ ડોડિયા સહિતનાં દ્વારા કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments