વિશ્વની સૌથી લોકપ્રિય T-20 ક્રિકેટ લીગ IPLની કુલ બ્રાન્ડ વેલ્યુ 13% વધીને 12 અબજ ડોલર, એટલે કે 1.01 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. બ્રાન્ડ વેલ્યુએશન કંપની બ્રાન્ડ ફાઇનાન્સના લેટેસ્ટ રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. 2023માં પહેલીવાર IPLની કુલ બ્રાન્ડ વેલ્યુ 10 બિલિયન ડોલરને પાર કરી હતી. ગયા વર્ષે એ 10.7 અબજ ડોલર હતી. જ્યારે 2009માં વેલ્યુએશન 2 બિલિયન ડોલર એટલે કે 16,943 કરોડ રૂપિયા હતું. ચાર ટીમની બ્રાન્ડ વેલ્યુ પહેલીવાર 100 મિલિયન ડોલરને પાર
બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ચાર IPL ટીમ- ચેન્નઈ સુપર કિંગ્સ (CSK), મુંબઈ ઈન્ડિયન્સ (MI), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની બ્રાન્ડ વેલ્યુ પણ પહેલીવાર $100 મિલિયનને વટાવી ગઈ છે. IPLની 10 ટીમમાં CSK સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે
IPLની 10 ટીમમાં CSK સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે. ચેન્નઈનું વેલ્યુએશન 52% વધીને 1,033 કરોડ રૂપિયા થયું છે. બ્રાન્ડ વેલ્યુના સંદર્ભમાં મુંબઈ બીજા સ્થાને છે, એનું વેલ્યૂએશન 36% વધીને 1,008 કરોડ રૂપિયા થયું છે. RCB રૂ. 991 કરોડ (+67%)ની બ્રાન્ડ વેલ્યુ સાથે ત્રીજા સ્થાને છે. KKR રૂ. 923 કરોડ (+38%)ની બ્રાન્ડ વેલ્યુ સાથે ચોથા સ્થાને છે. જ્યારે આ યાદીમાં SRH પાંચમા નંબરે છે. સનરાઇઝર્સ હૈદરાબાદની બ્રાન્ડ વેલ્યુમાં સૌથી વધુ વૃદ્ધિ
તમામ ટીમોમાં સનરાઇઝર્સ હૈદરાબાદની બ્રાન્ડ વેલ્યુમાં સૌથી વધુ વૃદ્ધિ છે. ટીમનું વેલ્યુએશન 76% વધીને રૂ. 719 કરોડ થયું છે. આ લીગના વધતા આંતરરાષ્ટ્રીય પ્રભાવ અને નાણાકીય સિદ્ધિને દર્શાવે છે. ગુજરાત ટાઇટન્સની બ્રાન્ડ વેલ્યુમાં ઓછામાં ઓછો 5%નો વધારો થયો
જ્યારે રાજસ્થાન રોયલ્સની બ્રાન્ડ વેલ્યુ 30%, દિલ્હી કેપિટલ્સ 24%, પંજાબ કિંગ્સ 49% અને લખનઉ સુપર જાયન્ટ્સ 29% વધી છે. ગુજરાત ટાઇટન્સની બ્રાન્ડ વેલ્યુ ઓછામાં ઓછી 5% વધી છે. બ્રાન્ડ ફાઇનાન્સ અનુસાર, ટૉપ-5 IPL ટીમોમાં વિસ્તરણની ઘણી સંભાવનાઓ છે. આ ટીમ લોકપ્રિય ફૂટબોલ લીગ- ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL), લા લિગા, બુન્ડેસલીગા, સેરી એ અને લીગ 1ના સ્તરે તેમની બ્રાન્ડ વેલ્યુ વધારવાની ક્ષમતા ધરાવે છે. ટૉપ-5 IPL ટીમની સંયુક્ત બ્રાન્ડ વેલ્યુ રૂ. 4,667 કરોડ
ટૉપ-5 IPL ટીમની સંયુક્ત બ્રાન્ડ વેલ્યુ 551 મિલિયન ડોલર એટલે કે રૂ. 4,667 કરોડ છે, જે ફૂટબોલ લીગ કરતાં ઘણી ઓછી છે. બુન્ડેસલીગાની ટોપ-5 ટીમની સંયુક્ત બ્રાન્ડ વેલ્યુ $2.9 બિલિયન એટલે કે રૂ. 24,566 કરોડ છે. EPLની ટૉપ-5 ટીમોની બ્રાન્ડ વેલ્યુ $6.7 બિલિયન (રૂ. 56,756 કરોડ) છે. IPL એ વિશ્વભરની લીગ માટે બ્લૂપ્રિન્ટ છે
બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર એઝિમોન ફ્રાન્સિસના જણાવ્યા અનુસાર, IPLનું અસરકારક બિઝનેસ માળખું અને મેચ ઓર્ગેનાઈઝેશન વિશ્વભરની લીગ માટે બ્લૂપ્રિન્ટ બની ગયું છે, જેના કારણે BCCIની સ્થિતિ મજબૂત થઈ છે અને સાથે જ ડોમેસ્ટિક ક્રિકેટના ટેલેન્ટના ડેવલપમેન્ટ માટે તકો ખૂલી છે. IPL ઇકોસિસ્ટમ 11,016 કરોડ રૂપિયાની છે
IPL ઇકોસિસ્ટમ આજે $1.3 બિલિયન (લગભગ રૂ. 11,016 કરોડ) ની છે અને સમગ્ર વિશ્વમાં તેની નજીકથી દેખરેખ રાખવામાં આવે છે. CSK, MI, RCB, KKR અને RR ફ્રેન્ચાઈઝી ટીમ આજે વૈશ્વિક બ્રાન્ડ છે અને વિશ્વભરની ઘણી T-20 લીગમાં સક્રિય ભાગીદારી ધરાવે છે. IPL ભારતમાં 1.25 મિલિયન નોકરીઓનું સર્જન કરે છે
બ્રાન્ડ ફાઇનાન્સના વિશ્લેષણ મુજબ, સ્પોર્ટ્સ કોમર્સમાં IPLની અસર પર ભાર મૂકવામાં આવ્યો છે. IPL ભારતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ક્ષેત્રોમાં 1.25 મિલિયન રોજગારીની તકોનું સર્જન કરે છે, જ્યારે એની અસર UAE, સાઉદી અરેબિયા, USA અને ઓસ્ટ્રેલિયા જેવાં બજારો સુધી વિસ્તરે છે.