back to top
Homeસ્પોર્ટ્સU19 એશિયા કપ: 13 વર્ષના વૈભવે 6 સિક્સ ફટકારી:165ની સ્ટ્રાઈક રેટથી રન...

U19 એશિયા કપ: 13 વર્ષના વૈભવે 6 સિક્સ ફટકારી:165ની સ્ટ્રાઈક રેટથી રન ફટકાર્યા, IPLમાં 1.1 કરોડમાં વેચાયો; ભારતે UAEને 10 વિકેટે હરાવ્યું

અંડર-19 એશિયા કપમાં ભારતે UAEને 10 વિકેટે હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. શારજાહના મેદાન પર UAEએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ 44 ઓવરમાં 137 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી યુધજીત ગુહાએ 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે 16.1 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 143 રન બનાવીને ટાર્ગે​​​​​​ટ ચેઝ કરી લીધો હતો. ઓપનર વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેએ અડધી સદી ફટકારી હતી. વૈભવે 46 બોલમાં 76 રન અને આયુષે 51 બોલમાં 67 રન બનાવ્યા હતા. વૈભવે પોતાની ઇનિંગમાં 6 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. વૈભવને IPLના ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વૈભવે સિક્સર ફટકારીને ભારત માટે મેચ જિતાડી
13 વર્ષનો વૈભવ સૂર્યવંશી પ્રથમ બે મેચમાં ફ્લોપ રહ્યો હતો. આ મેચમાં તેણે તેના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. વૈભવે 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 46 બોલમાં અણનમ 76 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઇનિંગમાં 6 સિક્સર અને 3 ફોર પણ ફટકારી હતી. ઓપનર આયુષ મ્હાત્રે સાથે મળીને તેણે 97 બોલમાં 143 રન ઉમેર્યા હતા. વૈભવે સિક્સર ફટકારીને ભારત માટે મેચ જીતી લીધી હતી. આયુષે 38 બોલમાં ફિફ્ટી પૂરી કરી
આયુષ મ્હાત્રેએ 67 રનની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 38 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. આયુષે 51 બોલનો સામનો કર્યો અને 131.37ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. UAEની ટીમ 44 ઓવરમાં ઓલઆઉટ
UAEની આખી ટીમ 137 રનમાં સમેટાઈ ગઈ હતી. યજમાન ટીમ માત્ર 44 ઓવર જ રમી શકી હતી. UAE માટે મુહમ્મદ રાયને સૌથી વધુ 35 રનની ઇનિંગ રમી હતી જ્યારે ઓપનર અક્ષત રાય 26 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય ટીમ માટે યુધજીત ગુહાએ 3 જ્યારે ચેતન શર્મા અને હાર્દિક રાજે 2-2 વિકેટ લીધી હતી. કેપી કાર્તિકેય અને આયુષ મ્હાત્રેને એક-એક વિકેટ મળી હતી. વૈભવ IPLનો સૌથી યુવા કરોડપતિ
રાજસ્થાને 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી. આ સાથે તે IPL ઈતિહાસનો સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે. બિહારનો એક ખેલાડી આ સિઝનથી IPLમાં ડેબ્યૂ કરશે. વૈભવે અંડર-19માં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. તેણે 12 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments