વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવતા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 792.50 કરોડના ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. રિવરફ્રન્ટને વેડિંગ ડેસ્ટિનેશન બનાવવા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બિઝનેસ તેમજ કન્વેન્શન સ્થળ બને તેના માટે પાલડી ટાગોર હોલ પાછળ 13,000 ચોરસ મીટર જગ્યામાં એક્ઝીબીશન હોલ, કન્વેન્શન હોલ અને કલ્ચરલ પ્લાઝા બનાવવામાં આવશે. સૌથી મોટું બિઝનેસ કન્વેન્શન અને કલ્ચરલ સેન્ટર બનશે
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 792.50 કરોડના ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેતુસર DPR તૈયાર કરવામાં આવ્યો છે. અને તેને સ્ટેન્ડિંગ કમિટી તથા AMC બોર્ડમાં મંજૂર કરીને રાજ્ય સરકારની મંજૂરી માટે સુપરત કરવામાં આવશે. રૂપિયા 500 કરોડ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જ્યારે 292.50 કરોડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવશે. આ કન્વેન્શન સેન્ટરમાં વેડિંગ ડેસ્ટિનેશનથી લઇને બિઝનેસ હોલ, દુકાનો સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. 315 કરોડના ખર્ચે હોટલ બનશે
કોન્વેન્શન સેન્ટરમાં ટ્રાફિક માટે આશ્રમ રોડને જોડતા ટી.પી.રોડને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 315 કરોડના ખર્ચે હોટલ બનશે. પર્ફોમિંગ આર્ટ થિયેટર પાછળ 82.5 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. ડોમની પાછળ પણ 66.25 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. કન્વેન્શન સેન્ટરમાં શું હશે?