શેરબજાર આજે સળંગ ત્રીજા દિવસે સુધારા તરફી તેજી સાથે બંધ થયું હતું.સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ ઉછાળા સાથે 81,200નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે.વૈશ્વિક શેરબજારોના સથવારે આજે ભારતીય શેરબજારમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે. બીએસઈ ખાતે આજે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ સાથે સુધારા તરફી જોવા મળી છે. છેલ્લા બે દિવસમાં માર્કેટમાં સુધારા તરફી વલણના પગલે રોકાણકારોની મૂડી 6.12 લાખ કરોડ વધી છે. હેલ્થકેર, પાવર, ઓટો, ટેલિકોમ્યુનિકેશન્સ સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.ચાઈનામાં આગામી સપ્તાહમાં સ્ટીમ્યુલસ પર ચર્ચા થવાના અહેવાલે અને સ્ટીલ પર એન્ટિ-ડમ્પિંગ ડયુટી વધારવાની ચર્ચા વચ્ચે સ્ટીલ, મેટલ શેરોમાં આકર્ષણ રહ્યું હતું.ડિફેન્સ કંપનીઓના શેર્સ સવારના ટ્રેડિંગ સેશનમાં ૫%સુધી ઉછળ્યા હતા.ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે ડિફેન્સ સેક્ટરને વેગ આપતાં રૂ.21772 કરોડના પાંચ એક્વિઝિશનને મંજૂરી આપતાં શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 110 પોઈન્ટના ઉછાળા સાથે 80956 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 14 પોઈન્ટના ઉછાળા સાથે 24561 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 512 પોઈન્ટના ઉછાળા સાથે 53381 પોઈન્ટના સ્તરે બંધ થયો.ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ફરી બેક ટુ ઈન્ડિયા થવા લાગી શેરોમાં વિદેશી ફંડોની આજે મોટી ખરીદી થતાં સાર્વત્રિક તેજી રહી હતી. જીડીપી વૃદ્વિના નબળા આંકડા સામે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત તૂટતો રહી નવા તળીયે આવી જતાં ફુગાવો ઝડપી વધવાનું જોખમ હોવાથી આવતીકાલથી શરૂ થતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ધિરાણ નીતિમાં અમુક વર્ગની ધારણા જૈસે થે પોલીસી રહેવાની અને વ્યાજ દરમાં હાલ તુરત ઘટાડો નહીં થવાના અંદાજો છતાં આજે ફોરેન ફંડોના સપોર્ટે શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું. નાણા પ્રધાન નિર્મલા સીતારામને બેંકિંગ લોઝ અમેન્ડમેન્ટ બિલ રજૂ કરતાં ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પસંદગીની મોટી ખરીદી કરી હતી. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ગ્રાસીમ,ઓબેરોઈ રીયાલીટી,એચસીએલ ટેકનોલોજી,મુથૂટ ફાઈનાન્સ,કોટક મહિન્દ્રા બેન્ક,એસબીઆઈ કાર્ડ્સ,બાટા ઇન્ડિયા, ભારત ફોર્જ,જીન્દાલ સ્ટીલ,રામકો સિમેન્ટ્સ,આઈસીઆઈસીઆઈ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ટોરેન્ટ ફાર્મા,ટીવીએસ મોટર્સ,એસીસી,ઈન્ફોસીસ,સન ફાર્મા,હવેલ્લ્સ,વોલ્ટાસ,ભારતી ઐરટેલ,રિલાયન્સ,વોલ્ટાસ,ઓરબિંદો ફાર્મા,ગ્લેનમાર્ક ફાર્મા,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક,ટાટા કેમિકલ્સ,જેએસડબ્લ્યુ સ્ટીલ જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4070 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1584 અને વધનારની સંખ્યા 2381 રહી હતી, 105 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 185 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 449 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24561) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24404 પોઇન્ટના પ્રથમ અને 24240 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24606 પોઇન્ટથી 24676 પોઇન્ટ, 24707 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24240 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 53381 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 53202 પોઇન્ટના પ્રથમ અને 53008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 53570 પોઇન્ટથી 53636 પોઇન્ટ,53707 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.53008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
લ્યુપીન લીમીટેડ ( 2110 ) :- લ્યુપીન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2073 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2050 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2138 થી રૂ.2153 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2160 ઉપર તેજી તરફી ધ્યાન…!!
એચડીએફસી બેન્ક ( 1860 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1833 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1818 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1878 થી રૂ.1890 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
એચસીએલ ટેકનોલોજી ( 1899 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.1919 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1874 થી રૂ.1860 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1930 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
સન ફાર્મા ( 1802 ):- રૂ.1838 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1844 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1787 થી રૂ.1770 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1850 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા….
મિત્રો, ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર ઘટીને 5.4% થયો છે, જેના પગલે રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ની મોનેટરી પોલિસી કમિટી દ્વારા આ દરમાં ઘટાડો થવાની અપેક્ષા ઓછી છે તેમ એક સર્વેમાં અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો હતો. વર્તમાન નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ દર અને ફુગાવાના અંદાજમાં સુધારો થઈ શકે છે. આરબીઆઈએ વિકાસ દર 7.2% રહેવાનો અંદાજ મૂક્યો હતો, જે તે ઘટાડી શકે છે અને ફુગાવાનો અંદાજ 4.5%થી વધી શકે છે.ડિસેમ્બરની સમીક્ષા બેઠકમાં દરો યથાવત રહી શકે છે પરંતુ લિક્વિડિટી મેનેજમેન્ટ એ મહત્વનું પાસું હોઈ શકે છે.નાણાંકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો શુક્રવારે જાહેર કરવામાં આવશે. ફોરેન એક્સચેન્જ માર્કેટમાં વધુ પડતા હસ્તક્ષેપને કારણે બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આને ધ્યાનમાં રાખીને બેંકો માટે કેશ રિઝર્વ રેશિયોની જરૂરિયાત ઘટાડી શકાય છે. વૃદ્ધિ દરમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને,રિઝર્વ બેન્ક લિક્વિડિટી વધારવા માટે કેશ રિઝર્વ રેશિયોમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે. આ સાથે, રેટ કટ પહેલા બેંકિંગ સિસ્ટમમાં તરલતા વધારીને, બેંકો રેટ કટના ફાયદાઓને વધુ સારી રીતે પસાર કરી શકશે. આમ ડિસેમ્બરમાં રેટ કટની કોઈ શક્યતા નથી પરંતુ લિક્વિડિટી વધારવા માટે કેટલાક પગલાં જાહેર કરવામાં આવી શકે છે. તેની સાથે વૃદ્ધિ દર અને ફુગાવાના અંદાજમાં પણ સુધારો થઈ શકે છે. શેરબજારમાં કરેક્શનનો માહોલ પૂર્ણ થયો છે. માર્કેટ બાઉન્સ બેક થયું છે. હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ જળવાઈ રહેશે.નવેમ્બરમાં કડાકા બાદ હવે ડિસેમ્બરનો આરંભ થઈ રહ્યો છે,અત્યારે પુલ બેક રેલી સાથે શેરોમાં ડિફેન્સિવ રહી સિલેક્ટિવ રહેવું. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.