બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂરનો પુત્ર તૈમૂર સ્ટાર કિડ્સમાં સૌથી ફેમસ છે. તૈમૂરને નાનપણથી જ રમતગમતમાં ખૂબ જ રસ છે અને તે તાઈકવૉન્દોથી લઈને ફૂટબોલ સુધી ધણી બધી રમતો રમતા જોવા મળે છે. પૂર્વ ભારતીય ક્રિકેટર મન્સુર અલી ખાન પટૌડીના પૌત્ર હોવાને કારણે, તૈમૂર અલી ખાન પણ ક્રિકેટ રમવાનો શોખીન છે. હાલ તૈમૂરનો ક્રિકેટ રમતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં લોકોએ તેની સરખામણી દાદા મન્સૂર પટૌડી સાથે કરી છે. તૈમૂર શાનદાર બોલિંગ અને બેટિંગ
ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તૈમૂર પહેલા બોલિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. ત્યારબાદ તેના કોચ તેને એક ટાસ્ક આપે છે જેમાં તેણે બોલને વિકેટની સામે ફેંકવાનો હોય છે અને તૈમુર આ ટાસ્ક પોતાની ધાતક ફાસ્ટ બોલિંગથી પૂર્ણ કરે છે. કોચ પણ તેના આ બોલથી ખુશ થઈ તેના વખાણ કરે છે. ત્યારબાદ કોચ તૈમુરને બેટિંગ સ્ટાનસ માટેની પ્રકેટિસ કરાવે છે. દાદા નવાબ પટૌડી સાથે તૈમૂરની સરખામણી
તૈમૂરને ક્રિકેટ રમતા જોઈને ફેન્સ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને તેની સરખામણી દાદા મન્સૂર અલી ખાન પટૌડી સાથે કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – દાદાને છોટે નવાબ ઉપર ખૂબ જ ગર્વ થયો હશે. બીજા યુઝરે કહ્યું- આ જિનેટિક ટેલેન્ટ છે. તો અન્ય વ્યક્તિએ તૈમૂરને લિટલ મન્સૂર અલી ખાન પટૌડી પણ કહી દીધો. તૈમુરના દાદા મન્સૂર પટૌડી પણ હતા ક્રિકેટર
સૈફના પિતા અને તૈમુરના દાદા મન્સૂર પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના ટોપ કેપ્ટનોમાંના એક માનવામાં આવતા હતા. માત્ર 21 વર્ષની ઉંમરે તેણે ટીમની કમાન સંભાળી હતી અને તે છગ્ગા ફટકારવા માટે ફેમસ હતા. મન્સૂર અલી ખાન 46 ટેસ્ટ મેચ રમ્યા હતા, જેમાંથી તે 40મા કેપ્ટન હતા. મન્સૂર અલી ખાન માત્ર ક્રિકેટર નહોતા, પરંતુ તેમને સંગીતમાં પણ રસ હતો. તેઓ વાંસળી, હાર્મોનિયમ તથા તબલામાં એક્સપર્ટ હતા.