અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા-2’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને સમગ્ર દેશમાં અદ્દભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મે ગુરુવારે બપોરે 3 વાગ્યા સુધી 72 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા ટ્રેડ એનાલિસ્ટનું કહેવું છે કે, ફિલ્મ પહેલા દિવસે 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી શકે છે. જો આમ થશે તો તે પ્રથમ દિવસે સૌથી વધુ કલેક્શન કરનારી ભારતીય ફિલ્મ બની જશે. ટ્રેડ એક્સપર્ટ અને ક્રિટિક તરણ આદર્શના મતે આ ફિલ્મ હિન્દી વર્ઝનમાં જવાનનો રેકોર્ડ સરળતાથી તોડી નાખશે. ‘જવાને’ પહેલા દિવસે 65.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. એડવાન્સ બુકિંગથી આ ફિલ્મે તેલુગુ વર્ઝનમાં 46.8 કરોડ રૂપિયા અને હિન્દીમાં 36.3 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે તમિલ ભાષામાં ફિલ્મે 3.32 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ પહેલા દિવસે 270 કરોડનું કલેક્શન કરી શકે છે
ટ્રેડ એનાલિસ્ટ આમિર અંસારીએ કહ્યું- ‘એડવાન્સ બુકિંગ અને આજે થિયેટરમાં ભીડને જોતાં આપણે કહી શકીએ કે ફિલ્મ પહેલા દિવસે 250 થી 270 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. અગાઉ આ રેકોર્ડ એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘RRR’ ને નામે છે. ‘RRR’ એ પ્રથમ દિવસે 223.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. શાહરુખની ફિલ્મ જવાનનો રેકોર્ડ પણ ખતરામાં છે
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મતે આ ફિલ્મ તેના હિન્દી વર્ઝનમાં શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’નો રેકોર્ડ પણ તોડી શકે છે. તેણે કહ્યું- જો શરૂઆતના વલણો પર નજર કરીએ તો મને લાગે છે કે ‘પુષ્પા-2’ જવાનના પ્રથમ દિવસના કલેક્શનનો રેકોર્ડ તોડી નાખશે. ‘જવાન’એ પહેલા દિવસે 65 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. ‘પુષ્પા 2’ હિન્દી વર્જનમાં નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, તેની ખાતરી છે.