back to top
Homeબિઝનેસપ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ ₹20માં 2 લાખનો વીમો:18 થી 70 વર્ષની...

પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ ₹20માં 2 લાખનો વીમો:18 થી 70 વર્ષની ઉંમરની વ્યક્તિ લાભ લઈ શકે છે, જાણો તેની વિશેષતાઓ

કેન્દ્ર સરકાર દ્વારા નબળા વર્ગને આર્થિક સુરક્ષા આપવા માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) ચલાવવામાં આવી રહી છે. આમાં 2 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો વાર્ષિક 20 રૂપિયા એટલે કે દર મહિને 2 રૂપિયાથી ઓછા ખર્ચે મળે છે. આ વીમા યોજનામાં, લાભાર્થીના કોઈપણ મૃત્યુના કિસ્સામાં, નોમિની અથવા પરિવારને 2 લાખ રૂપિયાની રકમ મળે છે. આમાં વીમો ખરીદવા માટે કોઈ મેડીકલ તપાસની જરૂર નથી. અહીં અમે તમને આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ… અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે
બંને આંખો અથવા બંને હાથ અથવા બંને પગ ગુમાવવા જેવા અકસ્માતને કારણે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં, 2 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. અકસ્માતને કારણે કાયમી આંશિક અપંગતાના કિસ્સામાં, જેમ કે એક આંખ, એક હાથ અથવા એક પગ ગુમાવવાની સ્થિતિમાં 1 લાખ રૂપિયા આપવામાં આવશે.​​​​​​​ તેનો લાભ કોણ લઈ શકે?
અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. તેમજ, મહત્તમ 70 વર્ષ સુધીના લોકો જ આ વીમાનો લાભ મેળવી શકશે. વીમા કવચનો સમયગાળો એક વર્ષનો છે, જે 1લી જૂનથી 31મી મે સુધીનો રહેશે. તમે યોજનાનો લાભ ક્યાંથી મેળવી શકો છો?
આ યોજના હેઠળ વીમો જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ દ્વારા કરાવી શકાય છે. આ સિવાય જ્યાં પણ તમારું બેંક ખાતું છે તે બેંકની કોઈપણ શાખામાંથી તમે​​​​​​​ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ મેળવી શકો છો. . ઓટો ડેબિટ સુવિધા ઉપલબ્ધ છે
PMSBYના લાભ મેળવવા માટે, તમારી પાસે બેંક ખાતું હોવું જરૂરી છે. જો તમારી પાસે એકથી વધુ બેંક ખાતા છે, તો તમે આ યોજનાનો લાભ ફક્ત એક બેંકમાંથી જ મેળવી શકો છો. દર વર્ષે 31મી મેના રોજ, ‘ઓટો ડેબિટ’ સુવિધા દ્વારા તમારા બેંક ખાતામાંથી 20 રૂપિયાનું પ્રીમિયમ કાપવામાં આવશે. જો પૉલિસી રિન્યુઅલ માટે એકાઉન્ટમાં પુરતું બેલેન્સ ન હોય, તો પૉલિસી રદ કરવામાં આવશે. પ્રીમિયમની પ્રાપ્તિ પછી પોલિસી ફરીથી ચાલુ કરી શકાય છે. PMSBY હેઠળ નોંધણીનો સમયગાળો 1 જૂનથી 31 મે સુધીનો છે. અકસ્માતના કિસ્સામાં, 30 દિવસની અંદર પૈસાનો દાવો કરવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments