અમિતાભ બચ્ચને ફિલ્મ ‘મોહબ્બતેં’ માટે યશ ચોપરા પાસેથી માત્ર એક રૂપિયો ફી લીધી હતી. ફિલ્મ મેકર નિખિલ અડવાણીએ ખુલાસો કર્યો કે એક્ટરે એક રૂપિયો લીધો હતો. નિખિલે તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં યશરાજ ફિલ્મ્સ સાથે ઘણું કામ કર્યું હતું. તાજેતરમાં જ નિખિલે કહ્યું હતું કે અમિતાભે યશ ચોપરા પાસે એક ફિલ્મ માટે વધુ ફી ડિમાન્ડ કરી હતી કારણ કે તેને ઘર ખરીદવું હતું અને યશ ચોપડા તેમને વધુ પૈસા આપવા માટે માની ગયા હતા. તેથી બીજી ફિલ્મ વખતે તેમણે યશ ચોપરા પાસેથી એક રૂપિયાની ફી જ લીધી હતી. પહેલા ઈન્ડસ્ટ્રીમાં સિમ્પલિસિટી હતી – નિખિલ ફિલ્મ નિર્માતા નિખિલ અડવાણીએ રેડિયો મિર્ચી સાથે વાત ફિલ્મ ‘મોહબ્બતેં’ નો અમિતાભ બચ્ચન સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો હતો. આ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે આજના યુગ અને જૂના જમાનામાં શું તફાવત લાગે છે, તો તેણે કહ્યું કે પહેલાના લોકોમાં સિમ્પલિસિટી હતી. તે સમયે સંબંધોના મહત્ત્વ પર ફિલ્મો બનતી હતી. ઈન્ડસ્ટ્રીમાં પારિવારિક વાતાવરણ હતું. પણ હવે બધું બદલાઈ ગયું છે. આજકાલ બધું જ પહેલાથી નક્કી થઈ જાય છે અને ફિલ્મો પછી બને છે. નિખિલે સંભળાવ્યો અમિતાભ અને યશ સાથે જોડાયેલો કિસ્સો
નિખિલ અડવાણીએ અમિતાભ બચ્ચન અને યશ ચોપરા સાથે સંબંધિત એક કિસ્સો શેર કરીને પરિસ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું, જ્યારે યશ ચોપરા ફિલ્મ ‘સિલસિલા’ બનાવી રહ્યા હતા, ત્યારે તેમણે અમિત જીને પૂછ્યું હતું કે, તમને કેટલી ફી જોઈએ છે? તો અમિતજીએ કહ્યું કે મારે ઘર ખરીદવું છે, તો મારે વધુ ફી જોઈએ છે. તો યશજી સંમત થઈ ગયા હતા. અમિતાભે ફી તરીકે એક રૂપિયો લીધો હતો – નિખિલ નિખિલ અડવાણીએ વધુમાં કહ્યું કે, ફિલ્મ ‘મોહબ્બતેં’ દરમિયાન જ્યારે યશજીએ અમિતજીને પૂછ્યું કે તમે કેટલી ફી લેશો? ત્યારે અમિતજીએ કહ્યું કે જ્યારે મારે ઘર ખરીદવું હતું, ત્યારે મેં તમારી પાસેથી વધુ ફી માગી હતી, અને મેં માગેલી રકમ તમે ચૂકવી હતી. તેથી આ વખતે હું એક રૂપિયામાં જ ફિલ્મ કરીશ. અમિતાભે ‘મોહબ્બતેં’થી કર્યું કમબેક અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સિલસિલા’ વર્ષ 1981માં રિલીઝ થઈ હતી. તે સમયે એક્ટર તેની કારકિર્દીની ટોચ પર હતા. પરંતુ 1990 ના દાયકામાં તેની કારકિર્દી ધીમી પડી. જે બાદ અમિતાભ યશ ચોપરાના ઘરે ગયા અને તેમની પાસે કામ માંગ્યું. જે બાદ અમિતાભે વર્ષ 2000માં ફિલ્મ ‘મોહબ્બતેં’થી કમબેક કર્યું હતું. અમિતાભ બચ્ચનનો વર્કફ્રન્ટ અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી કરી હતી. આ ફિલ્મ વર્ષ 1969માં રિલીઝ થઈ હતી. હાલમાં જ અમિતાભ બચ્ચન ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં જોવા મળ્યા હતા.