વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કિંમત પ્રથમ વખત $1 લાખને પાર કરી ગઈ છે. આજે એટલે કે 5 ડિસેમ્બરના રોજ, બિટકોઈન 7%થી વધુ વધીને $102,585 (રૂ. 86.91 લાખ)ના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું છે. ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પની યુએસ ચૂંટણીમાં જીત બાદ, બિટકોઇનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બિટકોઈનની કિંમત 1 વર્ષમાં 118% વધી
છેલ્લા એક વર્ષમાં બિટકોઈનની કિંમતમાં 118%નો વધારો જોવા મળ્યો છે. એક વર્ષ પહેલા એટલે કે 6 ડિસેમ્બર 2023ના રોજ તે $43,494 (રૂ. 36.85 લાખ) હતો, જે હવે $102,585 (રૂ. 86.91 લાખ) પર પહોંચી ગયો છે. નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં પણ બિટકોઈનની કિંમતમાં વધારો જોવા મળી શકે છે. હવે ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી પર 30% ટેક્સ
ભારતમાં, ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી પર 30% ટેક્સ ચૂકવવો પડશે. આ સિવાય ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન પર 1% TDS પણ લાદવામાં આવશે. તે જ સમયે, જો કોઈ વ્યક્તિ ક્રિપ્ટોકરન્સી ગિફ્ટ કરે તો પણ 30% ટેક્સ ચૂકવવો પડશે. ક્રિપ્ટો કરન્સી શું છે?
ક્રિપ્ટોકરન્સી એ ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ છે. તેનો ઉપયોગ માલ અને સેવાઓ માટે ચૂકવણી કરવા માટે થાય છે. ક્રિપ્ટો કરન્સી નેટવર્ક આધારિત ડિજિટલ ચલણ છે. કોઈપણ કંપની અથવા વ્યક્તિ તેને ટોકન સ્વરૂપે જારી કરી શકે છે. આ ટોકન્સનો ઉપયોગ માત્ર જારી કરનાર કંપનીના સામાન અને સેવાઓ ખરીદવા માટે થાય છે. તેને કોઈ એક દેશના ચલણની જેમ નિયંત્રિત કરી શકાતું નથી. તેનું સમગ્ર સંચાલન ઓનલાઈન છે, જેના કારણે તેમાં વધઘટ થતી રહે છે.