બોટાદ શહેરમાં એક શખસે 17 વર્ષીય માસૂમને પીંખી નાખી હતી. સગીરા અભ્યાસ માટે જાય ત્યારે, તેની પાછળ જઈ તેને હેરાન-પરેશાન કરતો હતો. જે બાદ સગીરાને ધાકધમકી આપી ગેસ્ટહાઉસમાં લઈ જઈ ગયો તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં અંકલેશ્વરમાં એક પરિણીત પાડોશીએ 17 વર્ષની માસૂમને પોતાની પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. એને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. સગીરા અભ્યાસ માટે જતી ત્યારે પાછળ જઈ પરેશાન કરતો
બોટાદ શહેરમાં એક 17 વર્ષીય સગીરાને જીગ્નેશ હરીભાઈ સાગઠીયા નામનો શખસ છેલ્લાં કેટલાક દિવસોથી હેરાન પરેશાન કરતો હતો. સગીરા અભ્યાસ માટે જાય ત્યારે તેની પાછળ પાછળ જતો હતો, એકવાર તો સગીરા પાસે જઈ તેને પોતાનો મોબાઈલ નંબર જ આપી દીધો હતો. જે બાદ સગીરાને ફોન કરીને મળવા માટે ધાક ધમકી આપતો હતો. ત્યારે ગત તારીખ 30-11-24ના રોજ સગીરાને ફોન કરીને ધમકી આપી તેને મળવા બોલાવી હતી. ગેસ્ટહાઉસમાં લઈ જઈ ધાકધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું
આરોપી સગીરાને શહેરના ટાવર રોડ પર આવેલા એક ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો. જ્યાં સગીરાને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે, સગીરાએ તેના પરિવારજનોને આ બાબતે જાણ કરતાં સગીરાના પિતાએ ગતરાત્રિના જીગ્નેશ હરીભાઈ સાગઠીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકમાં દબોચ્યો
શહેરમાં 17 વર્ષીય સગીરાને ધમકી આપી ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદને લઈને બોટાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. અંતે બોટાદ પોલીસે આરોપી જીગ્નેશ હરીભાઈ સાગઠીયાને શહેરમાંથી જ ગણતરીની કલાકમાં દબોચી લીધો હતો. બોટાદ પોલીસે આરોપીનું મેડિકલ રીપોર્ટ કરીને વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મની ઘટનાને લઈને બોટાદ ડીવાયએસપી નવીન આહિરે મીડિયાને માહિતી આપી હતી. 17 વર્ષીય સગીરાને હવસખોરે વારંવાર પીંખી
બે દિવસ પહેલાં જ અંકલેશ્વરમાં એક પરિણીત પાડોશીએ 17 વર્ષની માસૂમને પોતાની પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. એને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે અંકલેશ્વર પોલીસે આ નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવ્યા હતા. બે માસનો ગર્ભ હોવાની જાણ થતાં પરિવાર ચોંકી ઊઠ્યો
મળતી માહિતી મુજબ, અંકલેશ્વર શહેરમાં રહેતો 37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તેણે પાડોશમાં રહેતી 17 વર્ષીય સગીરાને ફોસલાવી તેની સાથે અનેકવાર કુકર્મ કર્યું હતું, જેના પગલે તેને ગર્ભ રહી ગયો હતો. જેથી તેને અચાનક પેટમાં દુ:ખાવો શરૂ થઈ ગયો હતો. માતાને આ અંગે જાણ થતાં તે પોતાની દીકરીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં તબીબી પરીક્ષણમાં સગીરાને 2 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ જાણતાં જ માતા અને પરિવાર ચોંકી ઊઠ્યો હતો. સગીરા સાથે બળજબરી કરી ફોનમાં નગ્ન ફોટો મગાવ્યો
પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, ઝડપાયેલો આરોપી સગીરાને જુદી-જુદી જગ્યાએ મળવા બોલાવતો હતો. સપ્ટેમ્બર મહિનામાં તેણે સગીરાને એક મંદિર પાસે બોલાવતાં તે તેની બહેનપણી સાથે ત્યાં ગઈ હતી. એ બાદ શખસ સગીરાની બહેનપણીને દૂર ઊભી રાખી સગીરાને ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેનાં ત્રણેક અઠવાડિયાંમાં પુનઃ તેને એ જ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. એ બાદ ઓક્ટોબર મહિનામાં શખસે તેના મિત્રના ઘરે લઈ જઈ ત્યાં પણ કુકર્મ કર્યું હતું. આ અરસામાં તેણે સગીરા સાથે બળજબરી કરી ફોનમાં તેનો નગ્ન ફોટો મગાવ્યો હતો. ફરિયાદની જાણ થતાં આરોપી સુરત ભાગ્યો
અંતે, માતાના સમજાવ્યા બાદ સગીરા દ્વારા આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયાની જાણ થતાં જ આરોપી સુરત ભાગી ગયો હતો. પોલીસે આરોપીને સુરતથી ઝડપી પાડ્યો હતો. પોલીસે વિવિધ સ્થળોનું પંચનામું અને તબીબના રિપોર્ટ સહિતના સાંયોગિક પુરાવા એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફોનમાંથી મળી ચોંકાવનારી વિગતો
પોલીસે આરોપીની ફોનની તપાસ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. માનસિક વિકૃતિ ધરાવતો આરોપી દરજીકામ સાથે સંકળાયેલો છે. આરોપી તેની દુકાનમાં આવતી અને ઘર તેમજ દુકાન આગળ પસાર થતી અનેક મહિલા અને યુવતીઓને પોતાની પ્રેમમાં ફસાવતો હોવાનો ખુલાસો થયો હતો. તેણે પ્રેમજાળમાં ફસાવેલી અનેક મહિલાઓ અને યુવતીઓના ફોટો પણ તેના ફોનમાંથી મળી આવ્યા હોવાનું જાણવા મળી હતું.